મોરબી : સાર્થક વિદ્યામંદિરની સ્મોક ફ્રી ઇન્ડીયા કૃતિ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ

- text


શાળાના ત્રણ છાત્રોએ બનાવેલી કૃતિની રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદગી

મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં સાર્થક વિદ્યામંદિરની સ્મોક ફ્રી ઇન્ડિયા કૃતિએ વિભાગ-૩ માં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ કૃતિની રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં પસંદગી કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિભાગ ૩ માં સાર્થક વિદ્યામંદિરના ત્રણ વિદ્યાર્થીઓ હર્ષ, કૃણાલ અને મિહિરે રવિરાજભાઈ પૈજાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલી સ્મોક ફ્રી ઇન્ડિયા કૃતિ રજૂ કરી હતી.

- text

અત્યારે પ્રવર્તમાન સમયમાં ઉદ્યોગોનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ હવાનું પ્રદુષણ વધી રહ્યું છે. હવાને કેવી રીતે પ્રદુષણ મુક્ત કરવી અને એ પ્રદુષણના ઉપયોગી એવા કણો ભેગા કરીને તેનો ઉપયોગ કરીને રીંગ, ઇન્ક તેમજ અનેક ઉપયોગી વસ્તુ બનાવી વગેરે બાબતો આવરીને બનાવેલી સ્મોક ફ્રી ઇન્ડિયા કૃતિએ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ કૃતિની રાજ્ય કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પસંદગી કરવામાં આવી છે.

- text