મોરબીની એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું

મોરબી : મોરબીની એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.

મોરબીની જાણીતી એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ ક્લોલાની પ્રેરણાથી વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જાણીતા સમાજ સેવક, કેળવણીકાર એવા પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ તકે આચાર્ય ભાવેશભાઈ ચાડમીયા અને તમામ ફેકલ્ટીએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.