મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજવામાંઆવી હતી. જેમાં તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા બે દિવસ ચાલી હતી. જેમાં શિક્ષણ અધિકારી બી.એન. દવેએ વિશેષ હાજરી આપી હતી. તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલ નાગેન્દ્ર પાંડે તેમજ યોગ નિરીક્ષક અર્જુન ઠાકરે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને બિરદાવ્યા હતા. આ સ્પર્ધા દરમિયાન શાળામાં સ્પર્ધકો માટે વિશેષ સુવિધાઓ ઉપ્લબ્ધ કરવામાં આવી હતી.

- text

- text