મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના ગીત ગુંજન કાર્યક્રમમાં છાત્રોએ સુર રેલાવ્યા

- text


ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ગાયન કળા પીરસી

મોરબી : મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ચાલતી ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત ગીત ગુંજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના છાત્રોએ ભાગ લઈને ભજન, લોકગીત, દુહા છંદ અને ફિલ્મી ગીતો ગાઈને સુરો રેલાવ્યા હતા.

આ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડો. એલ.એમ.કંઝારીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં કોલેજના છાત્રો હર્ષ વ્યાસ, રતન અંજના, સંદીપ જોશી, રજપૂત સ્વાતી, ઝાલા દિવ્યાબા, કુંભરવાડિયા શ્રદ્ધા, પોપટ રૂપલ, હડિયલ રસીલા, ચાવડા દક્ષા, મકવાણા સરિકા, જારીયા હીરાભાઈ સહિતનાએ ભાગ લીધો હતો.

- text

કાર્યક્રમના અંતમાં આભાર દર્શન પ્રો. દંગી દ્વારા કરાયુ હતુ. કાર્યક્રમ ગીત ધારાના કો ઓર્ડીનેટર પ્રો. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

- text