મોરબી વેપારી મંડળ દ્વારા રાહતભાવે મીઠાઈ વિતરણ

મોરબી : મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા દશેરા તહેવાર નિમિત્તે શુધ્ધ ધી ના સફેદસાટા તેમજ કેશરીસાટા અને શુધ્ધ થી તો કાજુ મેસુબ બોકસ પેકિંગમાં જાહેર જનતાના લાભાર્થે તદન વ્યાજબી ભાવે બુકિંગ કરી વિતરણ કરવામાં આવશે.

મોંઘવારીના સમયમાં વેપારી મિત્ર મંડળ દ્વારા દશેરા તહેવાર નિમીતે જાહેર જનતાના હિતાર્થે સંપુર્ણ વ્યાજબી ભાવે સાટા, કાજુ મેસુબ સહિતની આઇટમો બુકિંગ કરી વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા જાહેર જનતા અનુરોધ કરવામાં આવ્યો છે

આ માટે તા. ૦૫-૧૦-૨૦૧૮ ને શુક્રવારથી તા. ૧૧-૧૦-૨૦૧૮ ને ગુરૂવાર સુધી (૧) ઠા. દલીચંદ જેરામભાઈ, પરાબજાર, મોરબી. (૨) ચંદન કિરાના સ્ટોર્સ, સામાકાંઠે, કુળદેવી પાનની સામે, મોરબી-૨, તથા (૩) જયવિન પ્રોવિઝન સ્ટોર (ભગત), ગ્રીન ચોક, મોરબી. ખાતે બુકીંગ કરવામાં આવશે અને તા. ૧૪-૧૦-૨૦૧૮ ને રવિવાર ના રોજ બપોરે ૧૨ : ૦૦ થી ૩ : ૦૦ કલાક સુધી લોહાણા મહાજન વાડી, સુથારશેરી, મોરબી ખાતે મીઠાઈ વિતરણ રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.