સરકારની તિજોરી ભરવા મોરબીમાં ભીખ માંગીને અનોખો વિરોધ કરતા ખેડૂતો

- text


દેવા માફી , પાકવિમા અને જિલ્લા ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કર્યા વિચિત્ર વિરોધ

મોરબી : ડેમી યોજનામાં સૌની યોજનાં મારફતે નર્મદા ના નીર ઠાલવવાની માંગણી કરનાર 20 ગામના ખેડૂતો દ્વારા આજે મોરબીમાં નવતર વિરોધ પ્રદૂષણ કરી સરકારની તિજોરી ભરવા જગતના તાતે જાહેરમાં ભીખ માંગી હતી અને આ રીતે સતત ત્રણ ચાર દિવસ ભીખ માંગી ગુજરાતના મુખ્યમંત્રીને ભીખના નાણાં મોકલાવવા જાહેર કર્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં ઓણસાલ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનિય બની છે અને ખેડૂતોના ઉભા મોલ સુકાઈ રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા સૌની યોજના મારફતે ડેમી -1,2 અને 3 માં સૌનિન યોજના મારફતે નર્મદાના નીર આપી ઉભામોલને જીવતદાન આપવા સાત સાત દિવસઃ સુધી આંદોલન કર્યું હતું આમ છતાં 20 ગામના ખેડૂતોની માંગ પ્રત્યે સરકારે ધ્યાન ન આપતા અંતે આજે ખેડૂતોએ જાહેર માર્ગો ઉપર ઉતરી આવી મોરબીમાં ભીખ માંગવાનું શરૂ કર્યું છે.
ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે સિંચાઈ માટે પાણી ની માંગ કરવા છતાં પાણી નહિ મળતા ખેડૂતોએ દેવા માફી અને મોરબી જિલ્લામાં પાકવિમાના નાના જલ્દી ચૂકવી મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે પરંતુ ગુજરાત સરકારને ખેડૂતોની માંગ બોજરૂપ લગતા હવે જગતનો તાત ભિખારી બની ગયો છે.

- text

આથી આજે મોરબી ના નવા બસ સ્ટેન્ડ થી માર્કેટિંગ યાર્ડ સુધી અમે ખેડૂતો એ ભીખ માંગી સરકારની તિજોરી ભરવા પ્રયાસ કર્યો છે આ અંદોલનમાં જિલ્લા ના જુદા જુદા ગામના ખેડૂતો જોડાયા છે અને બે ચાર દિવાસ આ રીતે ભીખ માંગી ભીખ માં મળેલ પૈસા સોમવારે જિલ્લા કલેકટર ને જમા કરાવવામાં આવનાર હોવાની ખેડૂતોએ ઉમેર્યું હતું.

આમ, ગુજરાત સરકાર પાસે ખેડૂતો માટે પૈસા ન હોય તો ખેડૂતોના હિતની યોજનાઓ માટે ભીખ માંગીને ખેડૂતો સરકાર ને પૈસા આપશે એવા સંદેશ માટે ખેડૂતો એ આપ્યો અનોખો વિરોધ કાર્યક્રમ આપ્યો હોવાનું ખેડૂતોએ અંતમાં જણાવ્યું હતું.

- text