મોરબીમાં બોક્સાઈટની ખનીજચોરી ઝડપી લેતી એલસીબી

- text


વઘાસીયા ટોલનાકા નજીક ચાઈના ક્લે ના નામે બોક્સાઈટ ભરી નીકળેલા સાત ટ્રક ઝડપી લેવાયા : પોણો કરોડનો મુદમલ જપ્ત

મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં થતી ખનીજ ચોરી વચ્ચે રેતી,ચાઈના ક્લે બાદ હવે ખનીજ માફિયાઓ બૉક્સસાઈટ ની બેફામ બની ચોરીન કરતા હોવાની બાતમી મળતા ખાન ખનીજ વિભાગને ઊંઘતું રાખી મોરબી એલસીબી ટીમે અંદાજે પોણા કરોડના મુદામાલ સાથે સાત ટ્રકને ઝડપી લેતા ખનીજચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે ગત રાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચાઈના ક્લે ના નામે ગેરકાયદેસર રીતે બોક્સાઈટ ખનીજ પરિવહન કરતી સાત ટ્રકો ઝડપી લઈ ૨૨૭ ટન બોક્સાઈટ કીમત રૂ. ૪,૫૪,૦૦૦ સાથે ૭ ટ્રકો કીમત રૂ. ૭૦,૦૦,૦૦૦ અને ખનીજ કીમત ૪,૫૪,૦૦૦ મળીને કુલ ૭૪,૫૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

- text

વધુમાં ખનીજચોરી મામલે એલસીબી દ્વારા સાત ટ્રકો અટકાવી બીલ સહિતના કાગળો તપાસતા ટ્રકમાં બોકસાઈટ ખનીજ ૨૨૭ ટન કીમત ૪,૫૪,૦૦૦ નો જથ્થો ચાઈના કલેની બિલ્ટી બનાવી હેરફેર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી ખનીજચોરી મામલે ટ્રકના ચાલક જુસબ હુશેન, ઇમરાન હસન, મોહન મહેશ્વરી, રિજવાન અબુ, સલીમ આદમ, મુસ્તાક હારૂન અને ગફુર ઉસ્માન રાયમાં સહીત સાતેયની અટકાયત કરી હતી ઉપરાંત આરોપી યુવરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા નકલી બિલ્ટી બનાવી હોય જેનું નામ ખુલતા આરોપીને ઝડપી લેવા એલસીબી ટીમે કાર્યવાહી શરૂ કરી છે.

 

- text