મોરબી – રાજકોટ હાઇવે પર નવયુગ કોલેજ નજીક ત્રિપલ અકસ્માત

- text


સ્વીફ્ટ, અતુલ રીક્ષા અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે પર વિરપર નજીક નવયુગ કોલેજ પાસે ત્રિપલ અકસ્માત થતા ટ્રાફિક જામ સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી – રાજકોટ હાઇવે પર વિરપર નજીક નવયુગ કોલેજ પાસે રાજકોટ તરફથી આવતી સ્વીફ્ટ કાર અને મોરબી તરફથી આવતી માલવાહક અતુલ શક્તિ રીક્ષા અને પેસેન્જર ઓટો રીક્ષા વચ્ચે વિચિત્ર રીતે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો

- text

જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ અતુલ શક્તિમાં ભરેલા તરબૂચ રોડ પર વેર વિખેર થયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

- text