વાંકાનેરની સરકારી હોસ્પીટલ રામભરોસે : છતી એમ્બ્યુલન્સે દર્દીઓ ખાનગી એમ્બ્યુલન્સના સહારે

- text


ચાર એમ્બ્યુલન્સ વચ્ચે એક માત્ર ડ્રાઇવર, એ પણ રાત્રે જ નોકરી કરે !

વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં ચાર – ચાર એમ્બ્યુલન્સ છતાં આજે ગંભીર અકસ્માતમાં ઘાયલ લોકોને ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડતા હોસ્પિટલ સતાવાળાઓ પ્રત્યે લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે હળવદના માથક નજીક ટાટા ૪૦૭ પલટી મારી જતા વાહનમાં બેઠેલા વાલજીભાઈ જીવણભાઈ સાપરા, મુન્નાભાઈ જગાભાઈ ઉધરેજા અને ધનજી જેરામ દેગામાને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પીટલ અને બાદમાં રાજકોટ રિફર કરેલ હતા. જ્યારે નવનીતભાઈ શ્યામલાલને વાંકાનેર સરકારી દવાખાને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે આ ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તો સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલના ભરોસે આવ્યા હતા પરંતુ વાંકાનેર સરકારી દવાખાનામાં પડેલી ૪ એમ્બ્યુલન્સ વચ્ચે ફક્ત એક જ ડ્રાઈવર હોય ! અને, તે પણ નાઈટ ડ્યુટી માં આવતો હોય દિવસ દરમિયાન એમ્બ્યુલન્સની કોઇ સુવિધા ન હોવાથી ગંભીર ઇજાગ્રસ્તોને કલાકોની હેરાનગતિ બાદ ગાયત્રી મંદિરની એમ્બ્યુલન્સથી રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

- text

આ સંજોગોમાં વાંકાનેરના હિતમાં આંદોલન ચલાવનાર નેતાઓ અને જાગૃત લોકોએ સિવિલ હોસ્પીટલના સતાવાળાઓને સીધા કરવા આંદોલન ચલાવવાની જરૂરત હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

- text