મોરબીના ઓરેવા ગ્રુપના યુવા ડાયરેકટર ચિંતનભાઈ પટેલને બેસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવોર્ડ એનાયત

મોરબી : સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી પુરા પાડતા મોરબીના ઓરેવા ગ્રુપના ડાયરેકટર ચિંતનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રીના હસ્તે બેસ્ટ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મોરબીની ઓરેવા ગ્રુપ ઓફ કંપનીએ લાઈટિંગ અને ઇલેક્ટ્રિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરીને સમગ્ર દેશમાં મોરબીનો ડંકો વગાડ્યો છે. ઉપરાંત ઓરેવા ગ્રુપ ઓફ કંપની સમગ્ર દેશમાં બહેનોને સૌથી વધુ રોજગારી આપવાનું ગૌરવ પણ ધરાવે છે. આમ મહિલા ઉત્થાન માટે હંમેશા પ્રયત્નશીલ રહેલા ઓરેવા ગ્રુપ મોરબીની યશ કલગી સમાન છે.

ત્યારે અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય અને ઇન્ડિયા ન્યૂઝ આયોજિત એક ઇવેન્ટમાં ઓરેવા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેકટર ચિંતનભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે બેસ્ટ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમ ઓરેવા ગ્રૂપે વધુ એક વખત મોરબીનું ગૌરવ વધાર્યું છે.