મોરબી : ઉમા વિદ્યા સંકુલના ભૂલકાઓએ પીકનીકની મોજ માણી

- text


મોરબી : મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે ડ્રિમલેન્ડ પાર્ક ખાતે પિકનીકનું આયોજન કરાયું હતું. જેમાં ભૂલકાઓએ મન ભરીને પોતાના મિત્રો સાથે વિવિધ રાઈડ્સ માણીને ધીંગામસ્તી કરી હતી.

ઉમા વિદ્યા સંકુલના કે.જી.ના ૧૩૦ થી પણ વધુ ભૂલકાઓ માટે આજરોજ મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ખાનગી પાર્ક ખાતે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓ મન મુકીને તેમના ક્લાસમેટ સાથે હિંચકા, લપસીયા, ઝૂલતો પુલ જેવી અનેક રાઇડો પર આનંદ કર્યો હતો. આ સંપૂર્ણ પિકનિકની જહેમત ઉમા વિદ્યા સંકુલના કે.જી.વિભાગના શિક્ષકોએ ઉઠાવી આ આયોજન પાર પાડ્યું હતું. આ સફળ પિકનિકના આયોજનને પાર પાડવા બદલ પ્રમુખ અશ્વિનભાઈ અધારા તેમજ પ્રિન્સિપાલ હિતેશભાઈ સોરીયાએ સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text