હવે મોરબીના આંગણે તમામ સ્કિલ ડેવલોપમેન્ટ અને કરિયર લક્ષી કોર્ષ એક જ જગ્યા પર, જાણો વધુ વિગત

- text


નવયુગ સ્કિલ એન્ડ કરિયર એકેડમી મોરબી દ્વારા વિદ્યાર્થી ઓની મૂંઝવણનું ટોટલ સોલ્યુશન : 20થી વધુ પ્રોફેશનલ કોર્ષ એક જ છત નીચે : પ્રોફેશનલ સ્કિલ ડેવલોપમેન્ટથી લઈ GPSC CLASS 1/2 તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવશે મોરબીનું નવયુગ ગ્રુપ : અમદાવાદ રાજકોટની ટોપ લેવલની એકેડમી સાથે ટાયપ

મોરબી : CA/CS ની તૈયારી કરવી હોય કે પછી,સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હોય કે પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય કે ફેશન ડિઝાઇનિંગ હોય હવે મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદની પ્રોફેશનલ તાલીમ માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા કે પુના સુધી નહિ જવું પડે કારણ કે હવે કેળવણી ક્ષેત્રે અગ્રેસર મોરબીના નવયુગ ગ્રુપ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ અને કરિયર એકેડમિની શરૂઆત કરી દેવામાં આવી છે.

નવયુગ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ કેરિયર એકેડમી અંગે નવયુગ ગ્રુપના પી.ડી.કાંજીયા સાહેબે સવિસ્તાર વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના વાલીઓ અને વિદ્યાર્થીઓને ધોરણ – ૧૦ અને ૧૨ ના અભ્યાસક્રમ બાદ JEE/NEET, જેવી પરીક્ષાઓની તૈયારીઓ માટે સચોટ માર્ગદર્શન મળે તેવી ફેકલ્ટી કે નિષ્ણાત એકેડમીનો અભાવ હોવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનું ધ્યાને આવતા નવયુગ ગ્રુપ દ્વારા નવેમ્બર 2018 થી મોરબીના વિદ્યાર્થીઓ વાલીઓના હિતમાં મોરબીના ઘર આંગણે નવયુગ સ્કિલ ડેવલોપમેન્ટ અને કરિયર એકેડમીનો પ્રારંભ કરવામાં આવનાર છે.

વધુમાં નવયુગ ગ્રુપના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજીયાએ વધુમાં ઉમેર્યું હતું કે અત્યાર સુધી મોરબીના વિદ્યાર્થીઓને સી.એ., સી.એસ., ફેશન ડિઝાઇનિંગ, આર્કિટેક્ટ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, નેટ, સ્લેટ, કે પછી કલાસ 1/2 અધિકારી બનવા માટે ફરજીયાત પણે રાજકોટ, અમદાવાદ, વડોદરા, પુના કે બોમ્બે સુધી જઈ સારી નામાંકિત એકેડમિમાં તાલીમ લેવી પડતી હતી, જેને પગલે વિદ્યાર્થીઓના હિતમાં નવયુગ ગૃપ દ્વારા રાજ્યની તમામ નામાંકિત સંસ્થાઓ, એકેડમી સાથે ટાયપ કરી મોરબીમાં ઘરઆંગણે જ વિદ્યાર્થીઓને ક્વોલિટી એજ્યુકેશન મળે તેવો નેક પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવયુગ સ્કિલ એન્ડ કરિયર એકેડમીમાં શરૂ થનારા કોર્ષની માહિતી માટે ફોટા સ્ક્રોલ કરો

- text

હાલમાં મોરબીના રવાપર રોડ ના પ્રાઈમ લોકેશન પર ૐ શાંતિ કોમ્પ્લેક્સમાં નવયુગ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ કરિયર એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં ફેશન ડિઝાઇનિંગ સહિતના વ્યવસાયિક કોર્ષ શરૂ કરાયા છે અને એકાઉંટિંગ, સીરામીક ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ સહિતના અન્ય કોર્ષ માટે રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરાયું છે અને લાભ પંચમના શુભ દિવસથી નવયુગ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ કરિયર એકેડમી ફૂલ ફલેન્જમાં કાર્યરત થઈ જશે.

એકેડમિની વિશેષતા અંગે જણાવતા પી.ડી.કાંજીયાએ ઉમેર્યું હતું કે, હાલમાં નવયુગ ગૃપ દ્વારા CA /CS માં ગુણવત્તા સભર શિક્ષણ માટે અમદાવાદના નવકાર ગ્રુપ સાથે ટાયપ કરાયું છે તો સ્પોકન ઈંગ્લીશની પદ્ધતિસરના શિક્ષણ માટે રાજકોટના STATION-E સાથે ટાયપ કરાયું છે, એજ રીતે ફેશન ડિઝાઇનિંગમાં આઈએફજેડી સાથે આ જ રીતે લાઈમ, ચાણક્ય સહિતના ઇન્સ્ટિટ્યૂટો કે જે ગુજરાતમાં ખૂબ જ નામના ધરાવે છે તેમની સાથે ટાયપ કરેલ છે.

આ ઉપરાંત નવયુગ ગ્રુપ દ્વારા ટોટલ સોલ્યુશન રૂપે અંગ્રેજી ગુજરાતી માધ્યમના ટ્યુશન કલાસીસ, બાળકોને અંગ્રેજી ભાષામાં ટોપ કલાસ એજ્યુકેશન માટે નવયુગ કિડસ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અંતમાં સૌથી મહત્વની બાબત ઉપર પ્રકાશ પાડતા પી.ડી.કાંજીયાએ ઉમેર્યું હતું કે, મોરબીના વિદ્યાર્થીઓની કોઈપણ મૂંઝવણ,સામાજિક તેમજ વ્યાવસાયિક માર્ગદર્શન માટે કાઉન્સિલિંગની વિશેષ સુવિધાનો પણ નવયુગ એકેડમિમાં સમાવેશ કરી નિષ્ણાત મનોવૈજ્ઞાનિક ફેકલ્ટી દ્વારા સાયકોલોજીકલ અભીગમ સાથે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ભવિષ્યમાં એર હોસ્ટેસ ,રોબોટિક્સ,ફાઈન આર્ટસ ફોરેન લેન્ગવેજ તેમજ ઓન લાઈન માર્કેટિંગ જેવા કોર્ષ પણ શરૂ કરવામાં આવશે.

આમ, મોરબીના આંગણે શૈક્ષણિક ક્ષેત્રે ખૂટતી કડી જોડવા નવયુગ ગ્રુપ દ્વારા નેક પ્રયાસ કરી ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા એક બે નહિ પરંતુ તમામ ક્ષેત્રે નામાંકિત અને ક્વોલિટી શિક્ષણ આપતી સંસ્થાઓને એક છત્ર નીચે લાવવા પ્રયાસ કરતા નવયુગ એકેડમીને ચો તરફથી શુભકામનાઓ સાથે અભિનંદન મળી રહ્યા છે.

નવયુગ સ્કિલ એન્ડ કરિયર એકેડમી અંગે વધુ વિગત માટે લોગ ઈન કરો : www.navyugeducationmorbi.com

તેમજ મોં. 9727247472, 9687747472 ઉપર સંપર્ક કરવા વિનંતી.

નવયુગ ગ્રુપ દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટ અને કરિયર એકેડમિની શરૂઆત અંગે નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી.કાંજીયા સાહેબ સાથેની મુકાલતનો વિશેષ ઇન્ટરવ્યુ જોવા નીચેની લિંક પર ક્લિક કરો.

- text