હળવદના સુખપર ગામના તળાવમાં થયેલી ગેરરીતિ મામલે સરપંચની સાંસદને રજુઆત

- text


જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા સાંસદ મોહન કુંડારીયા સમક્ષ માંગ

હળવદ : હળવદ સહિત મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરની ટીમ દ્વારા તાલુકાના જુદાજુદા ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેવા સમયે તાલુકાના સુખપર ગામે રૂ.૮.૬ લાખ આવ્યા હોવા છતાં પણ કોઈ જ કામગીરી ન કરાતા સુખપરના સરપંચ દ્વારા સાંસદને રજુઆત કરાઈ છે.

નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ પંથકમાં રૂ. પ.૮૩ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી પરંતુ અધિકારીઓ, કોન્ટ્રાકટરો અને મંડળી સંચાલકોએ મેણા-પીપડા કરી કામ કરવાના બદલે પોતાના ખીસ્સા ભરી લીધા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સમગ્ર બનાવ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે તાલુકાના સુખપર ગામે પણ નાની સિંચાઈ યોજના અંતર્ગત રૂ.૮.૬ લાખ ગામના તળાવના રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા હતા પરંતુ ગામના સરપંચ દ્વારા જણાવ્યા મુજબ અહીં એક કલાક પણ તળાવનું કામ કરવામાં આવ્યું નથી.

- text

ત્યારે આ અંગે સાંસદ મોહન કુંડારીયાને સુખપર ગ્રામ પંચાયતના શીતલબેન ઠાકોરે લેખિતમાં રજુઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે રજુઆત કરી છે.

- text