નર્મદાના પાણી મળતા માળીયાના 12 ગામના ખેડૂતોના આંદોલનનો સુખાંત

- text


કેનાલમાં પૂરતા લેવલથી પાણી આવતા ખેડૂતો એ જિલ્લા કલેકટરના હસ્તે કર્યા પારણાં

માળીયા : માળીયા મિયાણા બ્રાન્ચ કેનાલના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરેલા ઉપવાસ આંદોલનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણીચોરી અટકાવી કેનાલમાં પૂરતા લેવલથી પાણી આવતા ગઈકાલે સાંજે ઉપવાસ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી આજે જિલ્લા કલેકટર આર.જે.માંકડિયાના હસ્તે ખેડૂતોએ પારણાં કરી લેતા આંદોલનનો સુખાંત આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ઉપરવાસ થતી પાણીચોરીને કારણે માળીયા પંથકના 12 ગામના ખેડૂતોને સીસીઆઇ માટે પાણી ન મળતા 30 સપ્ટેમ્બરથી માં 2 ગામના હજ્જારો ખેડૂતો દ્વારા વિરાટ રેલી યોજી ત્રણ દિવસના ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા બીજી તરફ ખેડૂતોના ઉપવાસ આંદોલનને કારણે જિલ્લા કલેકટર આર.જે.માકડિયાએ ત્રણ ટિમો બનાવી પાણીચોરો ઉપર રીતસર તૂટી પડી ઉપરવાસમાં થતી પાણી ચોરી અટકાવી દેવમાં સફ્ળતા મેળવી હતી પરીણામેં ગઈકાલે જ ખાખરેચી ગામ સુધી પૂરતા લેવલથી પાણી પહોંચી ગયું હતું અને આજે ખીરઈ સુધી પાણીપહોચતા ખેડૂતોએ આંદોલન સમાપ્ત કર્યું હતું
વધુમાં આજે જિલ્લા કલેકટર આર.જે.માંકડિયા, ડે. કલેકટર શિવરાજભાઈ ખાચર,મામલતદાર મારવણીયા સહિતનો કાફલો ખાખરેચી ગમે ઉપવાસી છાવણીની મુલાકાતે ગયો હતો અને ખેડૂતોને પારણાં કરાવી સાથે સાથે વૃક્ષારોપણ કરી આંદોલનને સમાપ્ત કરાવ્યું હતું,આ તકે, ખગેડુતોએ આગામી સમયમાં પણ આજ રીતે પાણી મળતું રહે તેવી આશા વ્યક્ત કરી તંત્રનો તેમજ આંદોલનમાં સાથ સહકાર આપનાર મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text