સીટી પી.આઇ.ની બદલી ન થાય તો વાંકાનેર બંધની ચીમકી : કલેકટરને આવેદન અપાયું

- text


છ દિવસથી ચાલતા આંદોલનમાં તા. ૬ થી જીતુભાઇ સોમાણી પાણીનો ત્યાગ કરશે : ચેમ્બર ઓફ કોમર્સ સહિતના સંગઠનોનો ટેકો : અચોક્કસ મુદત માટે વાંકાનેર બંધની જાહેરાત

વાંકાનેર : વાંકાનેરમાં ધાર્મિક કાર્ય માટે ફાળો ઉઘરાવતા સેવાભાવી સ્વયંસેવકોને વાંકાનેરના નાસ્તિક સીટી પીઆઇએ ધમકી આપી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીના આગેવાનીમાં છ દિવસથી ઉપવાસ આંદોલન શરુ થયું છે જે દિવસે દિવસે જલદ બની રહ્યું છે અને હાલ ફક્ત પાણી પી ઉપવાસ આંદોલન કરતા જીતુભાઇ સોમાણી દ્વારા હવે ૬ ઓક્ટોબરથી જળનો ત્યાગ કરવાની જાહેરાત કરતા આ આંદોલનને ટેકો જાહેર કરી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અચોક્કસ મૂદત માટે વાંકાનેર બંધનું એલાન આપવમાં આવતા મામલો ગરમાયો છે. સાથે સાથે આજે વાંકાનેરના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.

વાંકાનેર સીટી પીઆઇ વાઢીયાની જો હુકમી અંગે જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનમાં અગાઉ જન્માષ્ટમી, લોકમેળા, ગણેશોત્સવ, સહિતના પ્રસંગોએ પણ પીઆઇ દ્વારા હિન્દૂ સમાજ ઉપર સિતમ ગુજારવામાં આવ્યો હોવાનું રજુઆતમાં જણાવાયું છે. બીજી તરફ પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમાણીના ઉપવાસ આંદોલનના પગલે વાંકાનેરના અલગ-અલગ સમાજે તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે ઉપરાંત વાંકાનેરના વેપારી એસોસિયેશન અને અન્ય એસોસિયેશનને પણ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે અને દરરોજ ૧૦ થી ૧૫ વ્યક્તિઓ જીતુભાઈ સાથે ઉપવાસ આંદોલનમાં સાથે જોડાઇ રહ્યા છે.

- text

આજે આ ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં તેમના પરિવારના સભ્યો જોડાયા અને જ્યાં સુધી આ આંદોલનનો અંત ન આવે ત્યાં સુધી તેમની સાથે અનસન આંદોલન પર બેઠા છે તેમના પરિવારમાંથી રાજુભાઈ સોમાણી, રાજ સોમાણી, સમીર સોમાણી, વિક્રમ સોમાણી, હર્ષિત સોમાણી, પ્રિતેશ સોમાણી, કિંજલબેન સોમાણી, શ્વેતાબેન સોમાણી અને હીનાબેન સોમાણી અનશન આંદોલન પર બેઠા છે.

આ ઉપરાંત જીતુભાઈ સોમાણીએ આજે જાહેર કરેલ છે કે તારીખ ૬-૧૦-૨૦૧૮ શનિવારના રોજથી પાણી પણ પીવાનું બંધ કરી દેવામાં આવશે આ જાહેરાત કર્યા બાદ વાંકાનેર વેપારી મંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ અને શાકમાર્કેટ એસોસિયને જાહેરાત કરી છે કે ૬-૧૦-૨૦૧૮ થી વાંકાનેરની બજારો અનિશ્ચિતકાળ સુધી બંધ રહેશે.

તારીખ ૬-૧૦-૨૦૧૮ થી વાંકાનેરના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં આ ઉપવાસ આંદોલનની સાથે જોડાશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે. આમ આ ઉપવાસ આંદોલન આગામી સમયમાં જલદ આંદોલન બને તેવા સ્પષ્ટ એંધાણ જણાઈ રહ્યા છે.

- text