કોંગ્રેસ આગેવાન મને મારી નાખશે : મનોજ પનારાની પોલીસમાં અરજી

- text


જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ વિરુદ્ધ પાસ કન્વીનર પનારાની અરજીથી ખળભળાટ

મોરબી : હાર્દિક પટેલના બગથળા કાર્યક્રમ દરમિયાન મોરબી પાસના કન્વીનર મનોજને કોંગ્રેસના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હીંચકારો હુમલો કરવાની કોશિશ કર્યાના આક્ષેપ સાથે પાસ કન્વીનરે મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કરી પોલીસ પ્રોટેકશન માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી પાસ કન્વીનર મનોજ પનારાએ આજે મોરબી તાલુકા પોલીસ મથકમાં લેખિત અરજી આપી જણાવ્યું હતું કે કોંગ્રેસ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયાએ ૨૦૧૭ માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ટીકીટ માંગતા તેમને બદલે બ્રિજેશ મેરજાને ટીકીટ મળતા આ બાબતનો ખાર રાખી અવાર નવાર મને ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

- text

વધુમાં અરજીમાં જણાવ્યા મુજબ ગાંધી જયંતિના અવસરે હાર્દિક પટેલના બગથળા ગામે ઉપવાસ આંદોલન સમયે ઘનશ્યામભાઈ જાકાસણીયા મારા ઉપર હુમલો કરશે તેવી દહેશત મારા મિત્રોએ વ્યક્ત કરી હતી અને એ મુજબ જ ઘનશ્યામભાઈ જાકાસણીયા ૧૦ થી ૧૨ લોકોને હથિયાર સાથે લઈ સભા સ્થળે આવ્યા હતા અને ધમકી પણ આપી હતી.

વધુમાં ઘનશ્યામભાઈ જાકાસણીયાની ધમકીને પગલે પાસ કન્વીનર મનોજ પનારાએ મોરબી અને ટંકારા પોલીસ પ્રોટેક્શન મેળવી ગઈકાલે ઘર સુધી પહોંચ્યા હોવાનું જણાવી ઘનશ્યામભાઈ જાકાસણીયા વિરુદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેમના ટેકેદાર અને નિકટતા ધરાવતા સંજય સુરાણી નામના માણસના મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયામાં પણ બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું અંતમાં જણાવી પૂરતું પોલીસ પ્રોટેકશન આપવા માંગણી કરતા ચકચાર મચી જવા પામી છે.

- text