આત્મસંતોષ સાથે જીવવા ગાંધીજીના ૧૧ મંત્રો જીવનમાં ઉતારવા જરૂરી : નિલેશ જેતપરીયા

- text


ગાંધી જયંતિના દિવસે મોરબી સીરામીક એસો.ના પ્રમુખનો સંદેશ

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ ગાંધી જયંતિ નિમિતે સંદેશ પાઠવતા જણાવ્યું કે આજે ૨- ઓક્ટોમ્બર એટલે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ. ત્યારે તેમના જીવનમાં કેટલીક પળો , ગુણો , દુર્ગુણો વિષયમાં ઘણા લોકોએ લખ્યું પરંતુ તેના જીવનના રહેલા ૧૧ જીવનમંત્રોને જો જીવનમાં ઉતારવામા આવે તો આજે આપણો દેશ ભારત ઘણો પ્રગતિ કરે તેમ છે તેમના જીવનના અગીયાર મંત્રો હતા તેને જીવનમાં ઉતારીશું તો આપણે પોતે આત્મસંતોષ સાથે જીવીને લોકો ને પણ આત્મસન્માન આપી શકીશુ.

તેમના જીવનના અગીયાર મંત્રો ..

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરીગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન: પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

સ્વાદ ત્યાગ: આસ્વાદ એક આગવું ગાંધીવ્રત છે. સ્વાદની ઘેલછા છોડીને સાદું જીવન જીવવું.

સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

ત્યારે આજે તેમના જન્મદિવસે આપણે મા ભારતી માટે સરહદ પર યુદ્ધ લડવા તો ના જઇ શકીયે તેમજ તેમની જેમ અહિંસા દ્વારા પણ જીતી ના શકીયે ત્યારે આજે રાષ્ટ્ર માટે જે જરૂરીયાત છે તે છે ટેકસ અને તેના માટે ફક્ત આપણી જે આવક છે તેમાથી ટેકસ ચુકવણી દ્વારા રાષ્ટ્ર હિતમાં વાપરવી પડશે અને જો લોકોના જીવનમાં સુખાકારી લાવવી હશે તો આપણે નક્કી કરીયે કે ધંધામા કરચોરી કરીશું નહી અને કરવા પણ દેશુ નહી અને તે જો આપણે મન ને કેળવીશું તો જ થશે કારણકે ટેકસ છે તે કોઇ બોજો નથી. પરંતુ આપણે આ રાષ્ટ્રની જે સંપતી , સંશાધન , ઉર્જા , ખનીજ , માનવ કલાકો વાપરીને પછી કમાઇયે છીયે અને તે કમાણી ઉપર ફક્ત મારા પરીવાર એકલાનો હક્ક નથી તે કમાણીમા રાષ્ટ્રના દરેક નાગરિકનો હક્ક છે.

- text

તેને આપણે એકલાના વાપરતા ટેકસ દ્વારા સામાન્ય માનવના જીવનમાં ખુશાલી આવે તેના માટે ટેકસ ભરીયે જેથી કરીને લોકો આપણા ચુકવેલા ટેકસ થકી તેમના જીવનમાં પણ ઉત્સાહ ભરી શકીયે. ત્યારે લોકો કમેન્ટ લખશે પણ ખરા કે અમે ટેકસ ભર્યા પછી સુવિધા શું ?? ટેકસ ભર્યા પછી અમારી સલામતી નું શું ? ટેકસ ભર્યા પછી મને એકલાને ફાયદો શું ? ત્યારે તેમને મારો એકજ જવાબ છે કે જે દેશોમાં ત્રાસવાદ જયા પગ કરી ગયા છે તેવા દેશનો જો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે દેશની સલામતી બહુ જ મહત્વની છે અને દેશ સલામત હશે તો મારી સંતતી , સંપતી અને હુ પોતે સલામત રહી શકીશ ત્યારે દેશ માટે લોકો એઆગળ આવીને વધુમા વધુ લોકોના જીવનમાં સુખાકારી લાવવા ટેકસ ભરવા માટે મોટું મન રાખવું જ પડશે.

અંતમાં નિલેશભાઈ જેતપરિયાએ કહ્યું કે આ મહા પુરુષના જન્મદિવસે જો આપણે કંઇ તેમને આપી શકીયે તો તે માત્ર તેમના જીવનનો સૌથી મહત્વનો વિચાર એટલે સ્વચ્છતા અને સ્વચ્છતા માટે આપણુ ઘર , ફેક્ટરી , તેમા જોડાયેલ દરેક પરીવાર નું રહેઠાણ તેમજ મોરબી શહેરના દરેક લોકો મોરબીને સ્વચ્છ બનાવવા પોતે યજ્ઞીય કાર્ય સમજીને આગળ આવીશું તો જ તેમને આપણે રાષ્ટ્રપિતાની પદવી છે તેને યોગ્ય ન્યાય આપી શકીશુ ત્યારે આવો આજના દિવસે આપણે આપણા કાર્યના સ્થળ તેમજ ગામ તેમજ મોરબી શહેર ને સ્વચ્છ બનાવવા આગળ વધીયે આજના દિવસે જો આપણે મન અને જીવન બન્નેની સાથે સ્થળ પણ સ્વચ્છ બનાવીયે અને વધુમા વધુ ટેકસ ભરવા આપણે આગળ આવીશું તો જ તેમના જીવનના સિદ્ધાંતોને આપણે સાકાર કર્યા ગણાશે ત્યારે અંતમાં પુજય ગાંધી બાપુના જન્મદિવસે તેમના વિચારો ને આપણા જીવનમાં ઉતારીયે.

 

- text