માળીયાના નવાગામમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૨૫,૬૦૦નો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

- text


માળીયા : માળિયાના નવાગામમાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ. ૨૫,૬૦૦ની કિંમતનો દારૂ બિયરના જથ્થો પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

પ્રાપ્ત થતી વિગત માળીયા તાલુકાના નવાગામમાં નાસીર યુસુફભાઈ જામના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂ બોટલ નંગ ૨૪ કિંમત રૂ. ૯૬૦૦ અને બિયર ટીન નંગ ૧૬૦ કિંમત રૂ. ૧૬૦૦૦ મળી કુલ રૂ. ૨૫,૬૦૦નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text