ગુજરાત ગેસ દ્વારા તોતિંગ ભાવ વધારો ઝીકાયો : સિરામિક ઉદ્યોગકારો કાળઝાળ

ગેસના ભાવમાં એક જ વર્ષમાં ૪૪ ટકાનો અસહ્ય ભાવ વધારો : ગેસ કંપનીની શાન ઠેકાણે લાવવા ઉદ્યોગકારો લડત ના માર્ગે : આવેદનપત્ર અપાશે

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબી સિરામિક ઉદ્યોગને આપવામાં આવતા ગેસના ભાવમાં આઠ ટકા જેટલો તોતિંગ ભાવ વધારો ઝીકતા સિરામીક ઉધોગપતિઓમાં રોષની લાગણી પ્રગતિ છે અને જો, રાજ્ય સરકાર ન્યાય નહી કરે તો ૧૫ દિવસ મા ઉધોગો બંધ કરવા પડે તેવી સ્થિતિ નું નિર્માણ પામશે તેવી દહેશત મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી સિરામિક ઉદ્યોગને ગેસ પૂરો પડતા ગુજરાત ગેસ દ્વારા આજરાતથી અચાનક ગેસના ભાવમાં વધારો કરી ને મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય કરવા માટે જાણે સોપારી લીધી હોય તેવું વર્તન કરી ગુજરાત ગેસે અચાનક ભાવ વધારો કરી નાખ્યો છે, સિરામિક એસોશિએશનના મતે અધિકારીઓ ફક્ત પોતાની કંપનીની આવક દેખાડવા માટે ગેસના ભાવમાં વધારો કરીને મોરબીના સીરામીક ઉદ્યોગ જે તેમનો સૌથી મોટું ગ્રાહક છે તેમને કે એસોસિએશન ને જાણ કર્યા વગર જ ભાવ વધારો કરી નાખ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

જો આ મામલે રાજ્ય સરકાર સિરામિક ઉદ્યોગના હિતમાં નહિ વિચારે તો આગામી સમય માં લગભગ ૭૫ ટકા કારખાનાને તાળા મારવા પડશે તેમાં કોઈ સંદેહ નથી ત્યારે આવા અધિકારીઓને સરકારે તેમનો વિભાગ બદલાવીને રાજ્યના ઉદ્યોગને બચાવવો પડશે નહીંતર સીરામીક ઉદ્યોગમાં ઈનડાયરેક્ટલી કામ કરતા પાંચ લાખથી વધુ લોકો ને તેની અસર આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વરસથી બાંધકામ છેત્રે ભયકંર મંદી હોય અને વરસાદ ની પણ ખેંચ હોય ગ્રામ્ય વિસ્તારમાં ભયકંર વિકરાળ અછતની પરિસ્થતિ નિર્માણ થાય તેમ હોય અને પડયા ઉપર પાટુ મારે તેવી જ રીતે ગુજરાત ગેસના ગાંધીનગર ખાતેના અધિકારીઓએ નિર્ણય લઇ અને મોરબીને પતાવી દેવા માટે ભાવ વધારો કરી નાખ્યો હોવાનો ઉદ્યોગકારો દ્વારા આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા વર્ષમાં ગુજરાત ગેસ દ્વારા જે પ્રમાણે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે સાંભળી ને ચોંકી જવાઈ તેમ છે તેમ છતાં આજ સુઘી ઉદ્યોગકારો મૂંગા મોઢે સહન કરતા આવ્યા અને પોતાના નફા કાપતા આવ્યા છે પરંતુ જો હવે આ બાબતે ગંભીર થઇ ને સરકારે નિર્ણયના કર્યો તો આગામી સમય માં બેંક લોન તેમજ જીએસટી તેમજ ગેસ બિલ અને પાવર બિલ ના ભરી શકાય તેવી પરિસ્થિતિ નિર્માણ થશે.

આજે નવા ઉધોગ આવે તે માટે સરકાર જુદા જુદા પ્રયત્નો કરતી હોય છે ત્યારે આ ગુજરાત નું ગૌરવ કહી શકાય તેવા સીરામીક ઉદ્યોગને બચાવવા ગુજરાત ગેસકંપનીના અમુક અધિકારીની બદલી કરવી સરકાર માટે બહુ જ અગત્યની છે.

જો ભાવ વધારાની ચોકવનારી હકીકત જોઈ એ તો ગુજરાત ગેસ એગ્રીમેન્ટમાં જુના ભાવ ગયા વર્ષે ૧૬ – ૧૦- ૨૦૧૭ માં ટેક્સ સાથે ભાવ રૂપિયા ૨૭.૮૮ પૈસા થતા હતા જે ૧૬-૧૦-૨૦૧૮ માં ટેક્સ સાથે નવા ભાવ રૂપિયા ૪૦.૨૭ થાય છે એટલે કે એક વર્ષ માં ૪૪ ટકાનો ભાવ વધારો ગુજરાત ગેસ દ્વારા કર્યો છે અને આજે એક જ દિવસમાં ભાવ વધારો કર્યો તે ટેક્સ સાથે ૮ % જેવો થશે અને નોન એમજીઓ માં ૧૫ % નો ભાવ વધારો કર્યો છે.

આ સંજોગોમાં ગુજરાત ગેસના અધિકારીઓની તાનાશાહી ચલાવવી તે ઉદ્યોગના વિકાસ માટે બહું જ મોટું નુકસાન થશે ત્યારે આગામી સમયમાં ગુજરાત ગેસ વિરુદ્ધ ૩૦૦ ઉદ્યોગકારો આવેદનપત્ર પાઠવી વિરોધ કરશે અંતમાં સિરામિક ઉદ્યોગ અને એસોશિએશન દ્વારા રાજય સરકાર ને વિનંતી કરી સિરામિક ઉદ્યોગોને બચાવવા આગળ આવવા અનુરોધ કર્યો હતો.