માળીયા નજીક દેશી તમંચા સાથ શખ્સ ઝડપાયો

- text


માળીયા : માળીયા નજીક કાજરડા ગામ જવાના રસ્તે પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગત અનુસાર માળીયા પોલીસ સ્ટાફ ડાયમંડ હોટલ નજીક પેટ્રોલીંગમા હતો એ દરમ્યાન સલીમ સુભાષ જેડા જાતે મિયાણા રહે માળીયા વાળો કાજરડા ગામ તરફ જવાના રસ્તે ગેરકાયદેસર હથીયાર સાથે આવતો હોવાની મળેલ ખાનગી બાતમીના આધારે વોચ ગોઠવીને ડાયમંડ હોટલની બાજુમાંથી પસાર થતા કાજરડા ગામ તરફ જ આના રસ્તા પર સલીમ સુભાષ જેડા નિકળતા તેને રોકી તલાશી લેતા પેન્ટના નેફામા રાખેલા દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧ કિમત રૂપીયા ૫૦૦૦/- મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

 

- text