પાણીનો પોકાર : કેનાલમાં પાણી નહી છોડાય તો ૧લી ઓક્ટોબરથી માળીયા પંથકના ખેડૂતોના અમરણાંત ઉપવાસ

- text


આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી માળીયા ખેડૂત હિત રક્ષક સમિતિ આંદોલનનું રણશીંગુ ફૂંકશે

મોરબી : ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનિય બની છે અને ઉભોમોલ સુકાઈ રહ્યો હોવા છતાં નિષ્ઠુર સરકાર સિંચાઈ માટે પાણી ન આપતા આગામી તા. ૧ લી ઓક્ટોબરથી માળીયા પંથકના ખેડૂતો દ્વારા નર્મદા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી આજે માળીયા મિયાણા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવશે.

ખેડૂત હીત રક્ષક સમિતિ માળીયા મીયાણા દ્વારા તમામ ખેડૂતોની અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં નક્કી થયા મુજબ ખાખરેચી મુકામે માળીયા બ્રાન્ચ કેનાલનું પાણી ખેડૂતોને ન મળતાં સરકાર સામે મોરચો માંડવા નક્કી કરાયું હતું.

ખેડૂતોની આ મીટીંગમાં ખાખરેચી, ઘાટીલા, વેણાસર, કુંભારીયા, વેજલપર, સુલતાનપર, માણાબા, વાધરવા, ખીરઈ, ચીખલી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અગત્યનો નિર્ણય કર્યો હતો કે, આજે તા.૨૯ શનિવારે બપોરે ૧૨ વાગ્યે મોરબી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી તા ૧ લી ઓક્ટોબરને સોમવારથી અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવું.

- text

વધુમાં બેઠકમાં નક્કી થયા મુજબ ખેડૂતો દ્વારા ખાખરેચી વેણાસરના મુખ્ય માર્ગ ઉપર માળીયા બ્રાન્ચ કેનાલ ઉપર દરેક ગામના ખેડૂત ઉપવાસ ઉપર ઉતરશે જ્યાં સુધી આ ગામના ખેડૂત ભાઈઓને પાણી ન મળે ત્યાં સુધી સોમવાર થી અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે જેમાં સોમવારે ખાખરેચી ખાતેથી ૧૦૦૦ ખેડૂતો રેલી દ્વારા કેનાલે જશે અને ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ધરણાં ઉપર બેસશે.

આમ, જ્યાં સુધી નર્મદા કેનાલમાથી ખેડૂતોને પાણી ન‌‌‌ મળે ત્યાં સુધી આ ખેડૂતો ઉપવાસ ઉપર બેસવાનો ખેડૂતોની મીટીંગમાં નીર્ણય લેવા આવતા ખેડૂતોનું આંદોલન રંગ લાવે તેવા સંકેતો મળી રહ્યા છે. હાલમાં પાણી ન મળતાં ખેડૂતો ને ઊભો પાક બળી જાય તેવી સ્થિતિ સર્જાઈ હોય જેથી આજે આવેદનપત્ર પાઠવી સરકારને તાત્કાલિક આ મુદ્દે નીર્ણય લેવા ખેડૂત હીત રક્ષક સમિતિ માળીયા મીયાણા દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવતા હવે સરકાર કેવો રૂખ અપનાવે છે તે જોવું રહ્યું.

- text