વાંકાનેર શહેરની બજારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ : વિડિઓ વાયરલ

- text


ભાજપના આગેવાને વાંકાનેર શહેરની બજારોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતા હોવાના વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી પોલીસ પર હપ્તાખોરીના ગંભીર આક્ષેપો કર્યા

વાંકાનેર : વાંકાનેરમાં સેવાભાવી સ્વયંસેવકોને વાંકાનેર સીટી પીઆઇએ ધમકી આપી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાના આક્ષેપો સાથે જીતુ સોમાણીના આગેવાનીમાં બે દિવસથી ઉપવાસ આંદોલન શરુ થયું છે. ત્યારે વાંકાનેરના ભાજપના આગેવાને ખુદે વાંકાનેર શહેરની બજારોમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતા હોવાના વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી પોલીસ પર હપ્તાખોરીના ગંભીર આક્ષેપો કર્યા છે.

- text

છેલ્લા બે દિવસથી વાંકાનેર પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીતુ સોમાણી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે તેમનો આક્ષેપ છે કે વાંકાનેર શહેર પી. આઇ. બી.ટી.વાઢીયા સ્વયંસેવકો પર રોફ જમાવી રહ્યા છે અને શહેરમાં ખુલ્લેઆમ દારૂ ચરસ અને ગાંજાના વેચાણ કરતા શખ્સો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમને બે વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરી ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની સાબિતી આપેલ છે. જીતુભાઈએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી ઉચ્ચ અધિકારીઓને યોગ્ય પગલા લેવાની માંગણી કરી છે.

- text