ઓનલાઇન દવા વેચાણના વિરોધમાં મોરબીના ૨૦૦ મેડિકલ સ્ટોર સજ્જડ બંધ

- text


દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે આયુષ, ક્રિષ્ના અને સદભાવના મેડિકલ સ્ટોર્સ ચાલુ રખાયા

મોરબીઃ દવાઓના ઓનલાઈન વેચાણના વિરોધમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના મેડીકલ સ્‍ટોર્સ દ્વારા આજે શુક્રવારે એક દિવસની હડતાલ પાડી સરકાર સામે વિરોધ નોંધાવ્‍યો હતો જેમાં મોરબીના રિટેઇલ અને હોલસેલ મળી ૨૦૦ જેટલા મેડિકલ સજ્જડ બંધ પાડી સરકારની નીતિનો વિરોધ કરાયો હતો.

ઓનલાઇન દવા વેચાણની છૂટના વિરોધમાં આજે મોરબીના તમામ મેડીકલ સ્‍ટોર્સ જોડાયા હતા. મોરબીના ૨૦૦ મેડીકલ સ્‍ટોર્સ પૈકીના ત્રણ સિવાય તમામ સ્‍ટોર બંધ રહ્યા હતા. જ્‍યારે દર્દીઓને મુશ્‍કેલી ન પડે તે માટે ૩ મેડીકલ સ્‍ટોર્સ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

- text

સરકારે ઓનલાઈન દવાઓના વેચાણને આપેલી મંજુરીના વિરોધમાં મેડીકલ સ્‍ટોર્સ સંચાલકો નારાજ છે અને એક દિવસ હડતાલ કરી વિરોધ કરી રહ્યા છે જે અંતર્ગત આજે મોરબીના રિટેઇલ અને હોલસેલ મેડિકલ સ્ટોર્સ બંધ રાખી રામચોકથી નહેરુ ગેટ સુધી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે આયુષ, સદભાવના અને ક્રિષ્ના મેડિકલ ખુલ્લા રખાયા હતા અને અન્ય મેડિકલ સ્ટોર સદંતર બંધ રહ્યા હતા.

 

- text