મોરબી : જીનિયસ વિદ્યાલયની તાલુકા કક્ષાના ખેલ મહકુંભમાં ઝળહળતી સિદ્ધિ

- text


વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીના ખાનપર નજીક આવેલી જીનયસ વિદ્યાલયે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર દેખાવ કર્યો હતો. શાળાને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ગોળા ફેંક U-૧૭માં કાસુન્દ્રા વિરાગ, ૮૦૦ મીટર દોળ U-૧૭માં વેગળ રવિ,ચક્ર ફેંક U-૧૪માં ગામી ચિંતન, લાંબી કૂદU-૧૪માં ડાવેરા ધ્રુવી,ઊંચી કૂદ U-૧૪માં ઘોડાસરા ગોપી,૬૦૦ મીટર દોળ U-૧૪માં ગોગરા મિતલ અને ભાઈઓમાં શેરસિયા નયન કે જેવો એ આ બધી રમતોમાં પ્રથમ નંબર મેળવી પોતાનું અને જીનીયસ વિદ્યાલયનું નામ રોશન કર્યું છે.

- text

તે બદલ જીનીયસ વિદ્યાલયના સ્પોર્ટસ ટીચર આકાશભાઈ અને જીનીયસ વિદ્યાલયના આચાર્ય તેમજ દરેક શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી છે.હવે આ દરેક વિદ્યાર્થીઓ હળવદ મુકામે જિલ્લા કક્ષા ની સ્પર્ધામાં ભાગ લેશે.

- text