હળવદની શાંતિ ડહોળવા પ્રકરણમાં સામસામી ફરિયાદો નોંધાઈ

- text


૩૨ સામે ખૂનની કોશિષ અને ૨૩ ઈસમો સામે રાયોટિંગની ફરિયાદ : પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી

હળવદ : હળવદની શાંતિ ડહોળવા પ્રકરણમાં અંતે પોલીસે બન્ને જૂથો વિરુદ્ધ સામ સામી ફરિયાદ નોંધી છે જેમાં બજરંગદળ સંયોજક ઉપર હુમલા મામલે ૩૨ શખસો વિરુદ્ધ ખૂનની કોશિષની ફરિયાદ નોંધી છે તો સામે પક્ષે પથ્થર મારો કરી ઇજા પહોંચાડવા સહિતના ગુન્હામાં ૨૨ થી ૨૩ શખસો વિરુદ્ધ મુસ્લિમ અગ્રણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ જૂથ અથડામણ મામલે ઘવલભાઇ નરેન્દ્રભાઇ શુકલ જાતે બ્રાહ્મણ ઉ.વ ૩૭ ધંધો ફોટોગ્રાફી રહે. જોષી ફળી લક્ષ્મિનારાયણચોક હળવદ વાળાએ ભાવેશ તથા અલ્પેશ ઉપર ખૂની હુમલા અંગે આરોપી (૧) સદામ ભાણો રાજકોટ વાળો (૨) ઇમ્તીયાઝભાઇ યુનુસભાઇ (૩) રજાકરજાક અકબર (૪) અહેમદ કાસમભાઇ (૫) તૌફીક ગુલામહુસેન (૬) ઇલ્યાસ યાકુબભાઇ (૭) યુનુસભાઇ બચુભાઇ (૮) હબીબભાઇ બચુભાઇ (૯) કલાભાઇ ગુલામહુસેન (૧૦) જાકીર દાઉદભાઇ (૧૧) ભનુભાઇ દાઉદભાઇ (૧૨) હુસેનભાઇ અહેમદભાઇ (૧૩) મહેબુબભાઇ રહીમભાઇ (૧૪) ફ્યાજ યાકુબભાઇ (૧૫) ઇલ્યાજ બચુભાઇ (૧૬) ઇરફાન યુનુસભાઇ (૧૭) સમીર રજાકભાઇ (૧૮) અલ્તાફ ગુલામહુસેન (૧૯) શકીલ સલીમભાઇ (૨૦) સલીમ અકબરભાઇ (૨૧) અનુભાઇ બચુભાઇ (૨૨) અશરફ રહેમભાઇ ભટી વિ. તથા આશરે દશેક માણસોનુ ટોળુ રહે. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ખૂની હુમલા અંગે ગુન્હો નોંધ્યો છે.

- text

જ્યારે સામા પક્ષે ઇમ્તિયાઝભાઇ યુનુસભાઇ રાઠોડ જાતે સિપાઇ ઉ.વ.૨૭ ધંધો બકાલાનો વેપાર રહે.મોરબી દરવાજે જંગરીવાસ હળવદ તા હળવદ જી. મોરબી વાળાએ આરોપી (૧) ધવલભાઇ નરેન્દ્રભાઇ શુકલ (૨) ભાવેશભાઇ ચંદુભાઇ (૩) અલ્પેશભાઇ ઉર્ફે કારો પટેલ (૪) કિરણ રજનીભાઇ પંડ્યા (૫) રાહુલ રજનીભાઇ પંડ્યા (૬) રાજુભાઇ નંદલાલ ચાવડા (૭) જયેશભાઇ વાસુદેવભાઇ પટેલ (૮) જય પ્રદિપભાઇ જોષિ (૯) હેમાંગ કિશોરભાઇ દવે (૧૦) સાંત રનામજીભાઇ ભરવાડ (૧૧) જેકી પ્રાણલાલ જોષિ (૧૧) દેવાભાઇ ભરવાડ તથા અજાણ્યા દશ થી બાર માણસોનુ ટોળુ રહે. બધા હળવદ જીલ્લો મોરબીવાળાઓ વિરુદ્ધ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી મામલે પોલીસે રાયોટિંગ અંગે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text