અંતે નાની સિંચાઈ યોજનામાં તળાવ કૌભાંડમાં ફરિયાદ

- text


નિવૃત ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિક વિરુદ્ધ સિંચાઈ વિભાગે ૬૭ લાખનું કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી

મોરબી : પંચાયત વિભાગ હસ્તકના નાની સિંચાઈ યોજનામાં તળાવો ઊંડા ઉતર્યા વગર જ કરોડો રૂપિયા હડપ કરી જવાના કૌભાંડમાં અંતે મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે આ કૌભાંડમાં રાજકોટના નિવૃત મદદનીશ ઈજનેર અને કન્સલ્ટિંગ એજન્સીના માલિક વિરુદ્ધ રૂ. ૬૭ લાખના સરકારી નાણાં હડપ કરવા મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસમાં ખુલે તે તમામ લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજનાના તળાવ રીનોવેશન કામમાં ગેરરીતી મામલે પંચાયત સિંચાઈ વિભાગ મોરબીના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ કૌભાંડ મામલે (૧) સી.ડી.કાનાણી મદદનીશ ઇજનેર મોરબી હાલ-નિવૃત રહે. રાજકોટ, શ્રી જય-૧ પ્રદ્યુમનપાર્ક સોસાયટી, સત્યસાંઇ પાર્ક, કાલાવાડ રોડ, તા.જી.રાજકોટ અને
(૨) સસ્ટેનેબલ કંન્સટ્રકશન મેનેજમેન્ટ કનસ્લ્ટેન્શી રાજકોટ’ના પ્રોપ્રાઇટર શ્રી ચૈતન્ય જયંતિલાલ પંડયા રહે. રાજકોટ, બ્લોક નં.૧૮, ભક્તિ-૧, રૂદ્રનગર, એ.જી.સોસાયટી સામે, કાલાવાડ રોડ, તા.જી.રાજકોટ તથા તપાસમાં ખુલે તે.તમામ સામે ઇ.પી.કો. કલમ-૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં કામના આરોપી સી.ડી.કનાણીએ પોતાના રાજયસેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી આરોપી નં.(૨) એટલે કે ચૈતન્ય જયંતીલાલ પંડ્યાને કરાર આધારીત નિયુકત કરી એકબીજા સાથે મેળાપીપણુ કરી ગુન્હાહિત કાવતરૂ રચી પોતાના અંગત ફાયદા સારૂ સરકારની નાની સિંચાઇ યોજના અંતર્ગત અલગ અલગ જળસંચયના સ્ત્રોતોના કામોમાં ખોટા નકશા, અંદાજો તથા ખોટા માપો તથા ખોટા બીલો બનાવી તેને ખરા તરીકે સરકારમાં મોકલી સરકારના કુલ-૩૩૪ કામો સને-૨૦૧૭-૧૮ તથા સને-૨૦૧૮-૧૯ ના વર્ષમાં મોરબી જીલ્લામાં થયેલ કામો પૈકી ૪૬ કામોમાં ગેરરીતી આચરી અંદાજીત રૂ.૬૬,૯૧,૭૯૨/- (છાસઠ લાખ એકાણું હજાર સાતસો બાણું) ની માતબર રકમની ઉચાપત કરી ગુન્હો કરતા કડક કાનૂની પગલાં ભરવા ફરિયાદ કરી છે.

વધુમાં આ મામલે સીટી એ – ડિવિઝન પીઆઈએ ઊંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી બન્ને મુખ્ય આરોપી અને તપાસમાં ખુલે તે તમામ સામે પગલાં ભરવા કાર્યવાહી શરૂ કરી છે.

- text