મોરબી : બોર્ડની રીસીપ્ટમાં મોબાઈલ નંબર છાપવા પરીક્ષા સચિવને રજૂઆત

- text


રીસીપ્ટ ખોવાઈ જવાના બનાવો અવારનવાર બનતા હોવાથી સંપર્ક નંબર છાપવાની અનિવાર્યતા

મોરબી : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ રીસીપ્ટ ખોઈ નાખતા હોય તેવા અનેક બનાવો બનતા હોય છે. ત્યારે બગથળાના એક શિક્ષકે પરીક્ષા સચિવને રજુઆત કરીને રીસીપ્ટમાં મોબાઈલ નંબર છાપવાનો સુઝાવ આપ્યો છે.

બગથળાની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષક કિશોર ઠોરિયાએ પરીક્ષા સચિવને રજુઆતમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની રીસીપ્ટ ખોવાઈ જવાના અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આ બનાવને લઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

- text

વધુમાં જણાવ્યું કે રીસીપ્ટ ખોવાઈ ગયા બાદ એક માત્ર ઉપાય રહે છે. આ અંગેની ખબર સોશિયલ મીડિયાના માધ્યમમાં વહેતી કરવામાં આવે છે. આ ખબર રીસીપ્ટ મળી ગયા બાદ પણ ફરતી જ રહે છે. ત્યારે આ મામલે એકમાત્ર ઉપાય છે. જો રીસીપ્ટમાં પરિક્ષાર્થી અને આચાર્યનો મોબાઈલ નંબર છાપવામાં આવે તો ઘણી સરળતા રહેશે.

- text