મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર – ૧ માં ભાજપના બન્ને ઉમેદવારો વિજેતા

- text


ભારે બહુમતીથી પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન બુચ ચૂંટાયા

મોરબી : મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં આજે હાથ ધરવામાં આવેલી મતગણતરીના પરિણામ આવવા શરૂ થયા છે જેમાં વોર્ડ નંબર – ૧ માં ભાજપના બન્ને ઉમેદવારોનો ભારે બહુમતીઘી વિજય થયો હતો અને કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મોરબી પાલિકાની પેટા ચૂંટણીમાં હાથ ધરાયેલ મતગણતરીમાં વોર્ડ નંબર – ૧ માં શરૂઆતથી જ ભાજપનો ઘોડો વિનમાં ચાલી રહ્યો હતો અને મતગણનાને અંતે ભાજપના પ્રભુભાઈ ભૂતને ૩૨૮૮, સંગીતાબેન બુચને ૨૫૦૦ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના રાજુભાઇ કાવરને ૧૫૮૬ અને મીનાબેન જાકાસણીયાને ૧૯૩૪ મત મળ્યા હતા. આમ પાલિકાના વોર્ડ નંબર – ૧ માં બમણી સરસાઈથી ભાજપના ઉમેદવારો જીતી જતા આ વોર્ડમાં પરીવર્તનના વાવાઝોડામાં કોંગ્રેસ ફેંકાઈ ગયું હોવાનું સ્પષ્ટ બન્યું છે.

- text

- text