પગાર વધારવાની માંગ સાથે મોરબીની આશા ફેસિલિટરો દ્વારા ધરણા

- text


પગાર વધારો અને ચોથા વર્ગના કાયમી કર્મચારી તરીકે ગણવામાં ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા અડગ નિર્ણય

મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા આશા ફેસિલિટરો બહેનો દ્વારા પગાર વધારો અને ચોથા વર્ગના કાયમી કર્મચારીનો દરજ્જો આપવાની માંગ સાથે આજથી જિલ્લા પંચાયત કચેરીમાં ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે અને જ્યાં સુધી તેઓની માંગ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું.

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા આશા ફેસિલિટર બહેનો દ્વારા આજથી જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન શરૂ કરી સરકાર દ્વારા બહેનોનું શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં બહેનોએ જણાવ્યું હતું કે આશા બહેનોને દરમહીને ૧૧ થી ૧૩ ગામોની વિઝીટ કરવી પડે છે અને તે બદલ સરકાર માત્ર ૪૦૦૦ જેટલું વેતન ચૂકવે છે જે આજના મોંઘવારીમાં કોઈ સંજોગોમાં પરવડે તેમ નથી.

- text

વધુમાં આશાવર્કર બહેનોએ જણાવ્યું હતું કે, સરકારના નીતિ નિયમો મુજબ દરરોજ અલગ અલગ ગામોની મુલાકાતને કારણે ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયા બસભાડામાં અને ૨૦૦ થી ૪૦૦ નાસ્તા ખર્ચ થતો હોય માત્ર ૨૫૦૦ જેવી મામુલી રકમ હાથમાં આવે છે ઉપરાંત પીએચસીની મુલાકાત સહિતના કામોના ભારણ વચ્ચે સરકાર દ્વારા મહિને ૧૦ હજાર વેતન અને ચોથા વર્ગના કર્મચારીનો દરજ્જો આપે તેવી માંગ ઉઠાવી હતી.

નોંધનીય છે કે આશા ફેસિલિટરો દ્વારા ચારેક દિવસ પૂર્વે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આમ છતાં સરકારે બહેનોની માંગ પ્રત્યે ધ્યાન ન આપતા આજ થી અ ચોકકસ મુદતની લડાઈનો પ્રારંભ કરાયો હોવાનું આશાવર્કર બહેનોએ રણટંકાર કર્યો હતો.

 

- text