મોરબી પાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર ૩ માં ભાજપના પ્રવિણાબેન ત્રિવેદી ૪૨ મતે વિજેતા

- text


મોરબી : મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર – ૩ માં ભાજપ – કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીના અંતે ભાજપના ઉમેદવાર ૪૨ મતે વિજેતા બન્યા હતા.

આજે હાથ ધરાયેલ મોરબી નગરપાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર – ૩ ની એક બેઠક માટે કોંગ્રેસના કૈલાસબા જાડેજા અને ભાજપના પ્રવિણાબેન ત્રિવેદી વચ્ચે કસમકસ ભર્યો જંગ હતો જેમાં ૧૫ રાઉન્ડના અંતે કોંગ્રેસના કૈલાસબા જાડેજાને ૧૮૯૭ અને ભાજપના પ્રવિનાબેન ત્રિવેદીને ૧૯૪૧ મત મળતા વોર્ડ નંબર – ૩ માં પણ વોર્ડ નંબર ૧ ની જેમ કેસરિયો માહોલ છવાયો હતો.

- text

- text