મોરબીની વિનય સ્કૂલના ૨૩ છાત્રો નેપાળમાં ઇન્ટરનેશનલ સ્પીડબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

- text


સ્પીડબોલ એસો.ના પ્રેસિડેન્ટ પરેશભાઈ ઢાંકની સાઉથ એશિયન સ્પીડબોલ રેફરી સેમિનાર માટે પસંદગી

મોરબી : મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના ૨૩ છાત્રો નેપાળ ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ સ્પીડબોલ ટ્રાંગ્યુલર ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. આ સાથે મોરબી સ્પીડબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઈ ઢાંકની પણ સાઉથ એશિયન સ્પીડબોલ રેફરી સેમિનારમાં ભાગ લેવા જશે.

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૯ વિદ્યાર્થીઓ અને ૪ વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્પીડબોલ ટ્રાંગ્યુલર ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ટુર્નામેન્ટ આગામી તા.૨૮ અને ૨૯ના રોજ નેપાળ ખાતે યોજાનાર છે. આ ટીમને મનીષભાઈ, સમીરભાઈ, ફુલકુમારભાઈ અને પરેશભાઈ દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

- text

આ સાથે સાઉથ એશિયન સ્પીડબોલ રેફરી સેમિનારમાં મોરબી સ્પીડબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશભાઈ ઢાંકની ભારતના પ્રતિનિધિ તરીકે પસંદગી થઈ છે. ત્યારે આ પસંદગી બદલ તેઓને વિનય સ્પોર્ટ્સ એકેડમી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text