મોરબીમાં આજે રાત્રે ફરી ડીમોલેશન : રવાપર રોડ પર દબાણોદૂર કરવાની કામગીરી શરૂ

- text


ત્રણ દિવસમાં સતત બીજી વખત રાત્રીમાં સમયમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ : દબાણકારોમાં ફફડાટ

(અતુલ જોશી, મિલન નાનક)

મોરબી : મોરબી નગર પાલિકા અને જિલ્લા પોલીસ દ્વારા ફરી આજે રાત્રે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગાંધી ચોકથી રવાપર રોડ સુધીના વિસ્તારમાં રોડ પર ખડકી દેવામાં આવેલા નડતરરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે.

મોરબી શહેરમાં રોડ પર આડેધડ કરવામાં આવેલા નડતરરૂપ દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ત્યારે આ દબાણો સામે લાલ આંખ કરીને મોરબી નગરપાલિકા અને જીલ્લા પોલીસ દ્વારા આજે રાત્રે ફરી મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમા એસપી કરનરાજ વાઘેલા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની આગેવાનીમાં ગાંધી ચોકથી રવાપર રોડ સુધીના પાલિકાના હદ વિસ્તારમાં ટ્રાફિક ને નડતર રૂપ હોર્ડિંગ્સ અને લારી-ગલ્લા સહિતના દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સોમવારના રોજ પણ પાલિકા અને જિલ્લા પોલીસ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભક્તિનગર સર્કલથી શરૂ થયેલ આ ઝુંબેશમાં રાત્રીના ૧૧ વાગ્યા સુધીમાં ૧૦૦ થી ૧૫૦ જેટલા હોર્ડિંગ્સ અને ૧૫ થી ૨૦ રેકડી – કેબીનો સહિતના માચળાના ત્રણ ટ્રેકટર ભરી માલસામાન હટાવવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં સતત બીજી વખત રાત્રી દરમ્યાન જ ડીમોલેશન કરતા દબાણકારોમાં ફફળાટ જોવા મળી રહ્યો છે.

- text