માળીયાના સોનગઢ પાસે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

- text


તા.૧ થી ૭ ઓક્ટોબર સુધી પદયાત્રીઓ માટે ભોજન, ચા પાણી, નાસ્તો, મેડિકલ સારવાર, ન્હાવાની તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા

મોરબી : હળવદના સોનગઢ ગામે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે આગામી તા.૧થી ૭ દરમિયાન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રીઓ માટે ભોજન, ચા પાણી, નાસ્તો, મેડિકલ સારવાર, ન્હાવાની તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

કચ્છ ખાતે માતાના મઢે જતા પદયાત્રીઓ માટે મોરબી-પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતા રસ્તામાં સોનગઢ ગામે છેલ્લા ૧૯ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા. ૧થી ૭ ઓક્ટોબરના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં માતાના મઢે જતા પદયાત્રીઓને વિનામૂલ્યે જમવાનું તેમજ ચા, પાણી, નાસ્તો આપવામાં આવશે. આ ઉપરાંત પદયાત્રીઓ માટે મેડિકલ સારવાર, આરામ, ન્હાવાની તેમજ રાત્રી રોકાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે.

આ કેમ્પમાં મોરબીના ધીરુભાઈ ચાવડા, કે.સી. જાડેજા, રાજુભાઇ ડાંગર, હર્ષદભાઈ ભાઈ જ્યોતિ મંડપ વાળા, નાની બરારના સમીર રતાભાઈ ડાંગર તેમજ સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબીનું પરાબજાર મિત્ર મંડળ સેવા આપશે.

- text