આજે આપણા બન્નેની ઉંમર સરખી : પુત્રના જન્મદિવસે પુત્રને અનોખા પત્રની ભેટ

- text


ટંકારાના હડમતીયાના પત્રકાર રમેશ ઠાકોરના પુત્રનો આજે જન્મદિવસ

ટંકારા : હડમતિયાના સામાજિક કાર્યકર તેમજ પત્રકાર રમેશ ઠાકોરના પુત્ર અભિષેકનો આજે જન્મદિવસ છે. લાડકવાયા પુત્રને આજે રમેશભાઈએ બહુ મૂલ્યવાન ભેટ રૂપે લાગણી સભર પત્ર લખ્યો છે.

આ પત્રને અક્ષરશઃ જોઇએ તો આજના આ શુભદિને હું તને શું કહું…? હું અેક પત્રકાર અને સામાજિક કાર્યકર તને આપી શકું તો બસ સત્યની કલમ આપી શકું બીજું તો હું કઈ આપી શકુ તેમ નથી બહું તો શુભેચ્છાનો વરસાદ બનીને આવુ અને તારા મસ્તકે હાથ મુકું..? હથેળીના સંપુટ વચ્ચે સમાવી લઉ કે તને બાહોમા લઈ છાતી સરસો ચાંપી દઉં..? તું ન સમજી શકે ન વિચારી શકે અેટલુ આપવા તૈયાર છું, બસ તું મારા હ્દયમાં ઉભરાતા ભાવ સમજી શકે તો પણ ઘણું જ છે.

આજે તારા જન્મદિવસની સાથે મારો પણ અેક પિતા તરીકેનો જન્મદિવસ પણ છે કારણ કે જે ક્ષણે તારો જન્મ થયો અે જ ક્ષણે હું પિતા બન્યો તેમજ મને પિતા બનવાનો દરરજો આપ્યો. બીજી રીતે જો જોવું તો તારી અને મારી પિતા તરીકેની ઉંમર સરખી થઈ તો પછી આપણે સરખી ઉંમરના પિતા-પુત્ર ન બની રહેતા અેક મિત્ર બનીને રહીઅે તો કેમ રહે ?

- text

તારી જિંદગી હવે તારી જ છે તારા નિર્ણયો હવે તું પુખ્ત બનીને લઈ શકે છે અેમા હું તને કશું ન કહી શકું. જયારે તને મારી જરુર હશે ત્યારે હું હંમેશા તારી સાથે છું અને અેક હિતેચ્છું મિત્ર તરીકે સલાહ પણ આપીશ જો તું ઇચ્છે તો.

આજના દિવસે મારે તને આશિર્વાદ નથી આપવા. આશિર્વાદ તો મારા કર્મો જોઈ તને ઈશ્વર જ આપશે અને તે જ ફળશે. બીજી તરફ ઈશ્વરની જગ્યાઅે જગતમા “માઁ” હોય છે તે તારા અને મારા પિતા બનતા પહેલા નવમાસ મોટી છે માટે હંમેશા તું માન સન્માન અને આદર તેનો કરજે અને તે તને આશિર્વાદ આપશે તે તને ફળશે

મારી તો તને ખુબ ખુબ શુભેચ્છા છે તું જીવનમા તારા સ્વપ્નો પુરા કરજે જે મારા જીવનમાં હું મારા સ્વપ્નો ન પુરા કરી શક્યો તે તું પુરા કરજે અે જ મારા સ્વપ્નો હશે, અેજ અભ્યર્થના

- text