મોટા દહીંસરામાં સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી

- text


અવાવરું જગ્યામાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા તપાસનો ધમધમાટ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે અવાવરું જગ્યામાંથી અજાણ્યા પુરુષની સળગી ગયેલ લાશ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે, ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

જાણવા મળતી વિગતો મુજન માળિયા મીયાણાના મોટાદહિસરા ગામ પાસે અવાવરુ જગ્યાએ અજાણ્યા પુરુષની સળગેલી હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં ચકચાર મચી ગઇ છે.

- text

લાશ મળવા અંગે પોલીસને જાણ થતાં હાલ માળિયા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો છે અને લાશનો કબ્જો સંભાળી બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે તપાસ શરૂ કરી છે.

- text