મોરબી : સર્વોપરી શૈક્ષણિક સંકુલમાં ગુરૂવારથી જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન

- text


ત્રી દિવસીય પ્રદર્શનનું જિલ્લા કલેકટરના હસ્તે ઉદ્દઘાટન કરાશે, ઉદ્દઘાટન પ્રસંગે અધિકારીઓ અને પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

મોરબી : મોરબીના નવા સાદુળકા ગામે આવેલ સર્વોપરી વિદ્યા સંકુલ ખાતે આગામી તા.૨૭ થી ૨૯ સુધી જિલ્લા કક્ષાના ત્રી દિવસીય ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. ઉપરાંત ઉદ્દઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજરી આપશે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો ઉદ્દઘાટન કાર્યક્રમ તા.૨૭ને ગુરુવારે બપોરે ૩ કલાકે યોજાશે. જેમાં ઉદ્દઘાટક તરીકે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા અને અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા તેમજ મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, એડિશનલ કલેક્ટર કેતનભાઇ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. દવે, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો.ચેતનાબેન સી. વ્યાસ, શિક્ષણ નિરીક્ષક એન.વી. રાણીપા, એ.ઇ.આઈ. ધર્મીષ્ઠાબેન કડીવાર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ મનોજભાઈ ઓગણજા અને સૌ.યુનિ. પૂર્વ સિન્ડિકેટ સભ્ય રજનીભાઇ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

- text

ગણિત વિજ્ઞાન કૃતિ પ્રદર્શનનો સમય તા.૨૭ના રોજ બપોરે ૪ થી ૫:૩૦, તા.૨૮ના રોજ સવારે ૮ થી ૧૨ કલાક, બપોરે ૨ થી ૫:૩૦ કલાક, તા.૨૯ના રોજ સવારે ૮ થી બપોરે ૨:૩૦ કલાક રાખવામાં આવ્યો છે.આ પ્રદર્શનમાં કૃતિઓ પાંચ વિભાગોમાં હશે. જેમાં કૃષિ અને સજીવ ખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાપન, કચરો-બિનજરૂરી વસ્તુઓનું વ્યવસ્થાપન, પરિવહન અને પ્રત્યાયન-ગણીતિક નમૂના નિર્માણનો સમાવેશ કરાયો છે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળાનો સમાપન સમારોહ તા.૨૯ને બપોરે ૩ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા, મામલતદાર નયનાબેન રાવલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ. ગઢવી, નરેશભાઈ સાણજા, એ.પી.મહેતા, આર.પી.મેરજા, જે.એસ. પડસુંબિયા, એન.એચ. દેથરિયા, એસ.એસ. મારવણીયા અને બી.એન. વિડજા ઉપસ્થિત રહેશે.

પ્રદર્શનને સફળ બનાવવા વ્યવસ્થાપન સમિતિના અતુલભાઈ પાડલીયા, રાજુભાઇ વડગાસીયા, અશોકભાઈ કાંજીયા જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રદર્શન નિહાળવા બી.એન.દવે, ડો. ચેતનાબેન વ્યાસ, દીપાલીબેન વડગામા, નરેશભાઈ સાણજા, અતુલભાઈ પાડલિયા, દિલીપભાઈ ગઢીયા સાહિતનાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

- text