મોરબીમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દીધી

- text


શહેરના એક યુવકને સ્વાઇનફ્લુ ભરખ્યો, હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ
મોરબી : મોરબીમાં પણ અંતે સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. શહેરના એક યુવકને સ્વાઇન ફ્લુના લક્ષણો દેખાતા તેને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેના રિપોર્ટમાં સ્વાઇનફ્લુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

મોરબીમાં સ્વાઇન ફ્લુનો આ સીઝનમાં એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે ઘાતક ગણાતા આ ફ્લુનો પ્રથમ કેસ બહાર આવ્યો છે. શહેરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા એક ૩૨ વર્ષના યુવકને સ્વાઇન ફ્લુના લક્ષણો જણાતા તેને રાજકોટની વાત્સલ્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

- text

બાદમાં રિપોર્ટમાં આ યુવકને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં આરોગ્ય તંત્ર દ્વારા કુલ ૫ લોકોને સ્વાઇન ફલૂ પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એક મોરબીના યુવકનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય તંત્ર દ્વારા આ દર્દીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વાઇન ફલૂના વાયરસ હવે ડેવલપ થઈ ગયા છે કે અગાઉ H1N1 વાયરસ જોવા મળતા હતા. જે માત્ર ફેફસાને જ અસર કરતા હતા જેથી માત્ર શ્વાસમાં જ તકલીફ રહેતી હતી. પરંતુ હવે આ વાયરસ સાથે હવે ડેવલપ થયેલા H2N2 અને H3H3 વાયરસનું પ્રમાણ પણ જોવા મળ્યું છે. ડેવલપ થયેલા આ વાયરસ શરીરના કોઈ પણ અવયવને નુકશાન પહોંચાડવા માટે સમર્થ છે. તેમ પુનાની એક યુનિવર્સિટીએ જાહેર કર્યું છે.

- text