આજીવન કેદની સજા બાદ ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

- text


ભાવનગરના ગુન્હામાં રાજકોટ જેલમાંથી ફર્લો ઉપર છૂટ્યા બાદ મોરબીમાં ડેરા તંબુ નાખ્યા હતા : એલસીબીએ ઝડપ્યો

મોરબી : ભાવનગરના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ અને રાજકોટ જેલમાં સજા ભોગવતો આરોપી ફર્લો ઉપર છૂટ્યા બાદ ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય આજે મોરબી એલસીબીએ બાતમીને આધારે ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસને પેરોલ ફર્લો પરથી નાશી ગયેલ આરોપીને પકડી પાડવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા પેરોલ ફર્લો સ્ક્વોડના પો.હેડ કોન્સ. ચંન્દ્રકાન્તભાઇ વામજા, પો.કો. ચંદુભાઇ કાણોતરાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે આજરોજ ભાવનગર શહેર ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ પાકા કામનો કેદી અવેશ દાદુભાઈ કટિયા, રહે.ભાવનગર, નારી રોડ, કુંભરવાળા વાળો ફર્લો રજા ઉપરથી રાજકોટ જેલ ખાતે પરત નહી ગયેલ અને આ ત્રણ વર્ષથી નાસ્તા ફરતા કેદીને મોરબી કામધેનુ પાર્ટી પ્લોટ રપ વારીયામાંયી એલસીબી પેરોલ ફર્લો રક્વોડે પકડી પાડયો હતો.

- text