મોરબી : ગાય ખાડામાં ખાબકતા હિન્દૂ મુસ્લિમ યુવાનોએ માનવતા દાખવી

પેટા ચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર, જિલ્લા પ્રમુખ સહિતના લોકો પ્રચાર પડતો મૂકી સેવા કાર્યમાં જોડાયા

મોરબી : મોરબીના વાવડી રોડ પર આજે ગાય ખાડામાં ખાબકતા હિન્દૂ મુસ્લિમ યુવાનોએ કોમીએકતાના દર્શન કરાવી મહામહેનતે ગાયને ખાડામાંથી બહાર કાઢી હતી, જોગનું જોગ આ સમયે ચૂંટણી પ્રચરમાં નીકળેલા ભાજપના ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ સહિતના લોકો પણ આ સેવા કાર્યમા જોડાયા હતા અને ગાયને સહી સલામત બહાર કાઢી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મોરબીના વાવડી રોડ પર ભાજપના ઉમેદવાર પ્રચારયાત્રામાં નીકળ્યા ત્યારે એક ખાડામાં ગાય પડી ગયાનું માલુમ થતા થોડી જ વારમાં હિન્દૂ મુસ્લિમ યુવાનો એકત્રીત થઈ ગયા હતા અને બાદમાં ભાજપ ઉમેદવાર પ્રભુભાઈ ભૂત, જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, દેવાભાઇ અવડીયા, બીપીનભાઈ વ્યાસ સહિતનાઓએ સાથે મળી ગાયને સહી સલામત બહાર કાઢી માનવતા અને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.