વાંકાનેર : દિવાનપરા કા રાજા ગણેશજીને અન્નકૂટ ધરાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાં દિવાનપરા મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. છેલ્લા દસ દિવસથી દરરોજ ભાવિકોની સંખ્યામાં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે ગણેશ ઉત્સવના નવમા દિવસે સંધ્યા આરતીનાં સમયે દિવાનપરા કા રાજા ગણેશજીને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવેલ જેમાં અલગ-અલગ જાતની 151 પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ.

આ ગણેશજીનું વિસર્જન રવિવારે બપોરે મહા આરતી બાદ વડસરના તળાવ ખાતે કરવામાં આવશે. આ વિસર્જન યાત્રામાં ભાવિકોને પધારવા દિવાનપરા મિત્ર મંડળ દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે.

- text

આ અગિયાર દિવસના ગણેશોત્સવ આયોજનમાં મનોહરસિંહ ઝાલા, ચિરાગ જોબનપુત્રા, અમિત જોબનપુત્રા, સમીર દેવમુરારી, મનીષ રાચ, હાર્દિક કોટક, નૈમીશ પોપટ, શૈલેષ મહેતા, ચેતન રાઠોડ, યોગેન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, જયેશ મહેતા અને જસદણ સિરામિક ગ્રુપે જહેમત ઉઠાવી છે.

- text