વાંકાનેરમાં આસ્થાભેર મોહરમ પર્વની ઉજવણી

- text


નાના – મોટા કસબામાં નીકળેલા ઝુલુસમાં સામેલ મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવ્યો : રાત્રે તાજીયા ઠંડા થયા

વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગઈકાલે આશુરાના દિવસે મુખ્ય માર્ગો પર તાજીયાના ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જાડાયા હતા. બાદમાં રાત્રે તાજીયા ઠંડા થયા હતા.

ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હુસેન અને તેના ૭ર સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજના મનાવાતા મહોરમના પર્વમાં ગઈકાલે બપોરથી ફરી તાજીયાના શહેરના માર્ગો પર ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હેરતભર્યા પ્રયોગો રજુ કર્યા હતા. તાજીયાના ઝુલુસમાં ઠેર ઠેર ન્યાઝ અને છબીલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઉપરાંત મુસ્લીમ બિરાદરો સાથે અનેક હિન્દુ લોકોએ પણ તાજીયાના ઝુલુસ વખતે ખડીચોકીની માનતા પુરી કરી ધન્યતા અનુભવી હતી.

- text