મોરબીમાં ધારાસભ્યની ઓફીસ નજીક જ વૃક્ષોની કત્લેઆમ : કલેકટરને ફરિયાદ

- text


જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને ટ્વીટર પર ફરિયાદ કરી

મોરબી : મોરબીના સનાળા રોડ પર આવેલ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ઓફીસ નજીક પર્યાવરણના દુશ્મનોએ વૃક્ષોની કત્લેઆમ કરી નાખતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા રોડ ઉપર મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્યની ઓફીસ પાસે આવેલ વર્ષો જુના ઝાડને નિર્દયતાથી રહેંસી નંખાતા આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા કલેકટરને ટ્વીટર હેન્ડલ પર ફરિયાદ કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે પર્યાવરણના દુશ્મનોએ ધારાસભ્યની ઓફીસ નજીક ખુલ્લેઆમ વૃક્ષની કત્લે આમ કરવા છતાં ખુદ ધારાસભ્યએ પણ આ મામલે સવાલ ન ઉઠાવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text