મોરબીના લાલબાગ સેવા સદનમાં રામરાજ !!

- text


સેવા સદનના પાછળના ભાગે આવેલ સિંચાઈ, ક્ષાર નિયંત્રણ, સીટી સર્વે સહિતની કચરીઓના અધિકારી – કર્મીઓ ઘેર હાજર

મોરબી : મોરબી શહેરના લાલબાગ સેવા સદનમાં બેસતી મોટાભાગની કચેરીઓમાં પોલમ પોલ જેવા માહોલમાં ઉપરી અધિકારીઓથી લઈ નીચલાસ્તર સુધીના કર્મચારીઓ રામરાજ જેવા માહોલમાં કચેરીમાં હાજર રહેવાને બદલે ઘેર હાજર રહેતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

મોરબીના લાલબાગ સેવા સદનમાં ડઝનબંધ કચેરીઓ આવેલી છે જેમાં પાછળના ભાગે આવેલી કચેરીઓમા અધિકારીઓ કે કર્મચારીઓ હાજર રહેતા ન હોવાની વ્યાપક ફરિયાદને પગલે આજે મોરબી અપડેટની ટીમ દ્વારા કચેરીની બપોરના સમયે મુલાકાત લેતા મોટા ભાગની કચેરીઓ ખાલી ખમ્મ જોવા મળી હતી.

- text

ઉલ્લેખનીય છે કે લાલબાગ સેવા સદનમાં પાછળની તરફ સિંચાઈ યોજના, ક્ષાર નિયંત્રણ, સીટી સર્વે, મત્સ્ય ઉદ્યોગ સહિતની અનેક મહત્વની કચેરીઓ આવેલી છે પરંતુ આ મોટાભાગની કચેરીઓમાં કર્મચારીઓ તો ઠીક પણ ઉપરી અધિકારીઓ જ હાજર રહેતા ન હોવાથી લોકોને પોતાના કામો માટે કચેરીના અનેક ધક્કા ખાવા પડતા હોવાનું બહાર આવ્યું છે.

આટલું ઓછું હોય તેવામાં આ ગુટલીબાજ કર્મચારીઓ ઓફિસમાં હાજર રહેવાને બદલે ઘેર હાજર હોવા છતાં કચેરીના પંખા, એ.સી. અને લાઈટો ચાલુ રાખી જતા રહેતા હોવાથી પ્રજાના નાણાંનો મોટો દુર્વ્યય થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

- text