મોરબીમાં ૩૦ સપ્ટેમ્બરે યોજાશે વિનામુલ્યે શાસ્ત્રોક્ત ગર્ભ સંસ્કાર સેમિનાર

- text


મોરબી : મહાભારતમા જેમ અભિમન્યુ માતાના ઉદરમાં જ્ઞાન મેળવી યુદ્ધ કલામાં નિપુણતા મેળવે છે તે જ રીતે આજના જમાનામાં પણ આ શક્ય છે, મોરબી ખાતે આગામી તા. ૩૦ ને રવિવારે આયુ ગર્ભા વિષયને લઈ વિનામૂલ્યે માર્ગદર્શક સેમિનાર યોજાનાર છે.

મોરબીના ઈતિહાસમા સૌપ્રથમ વખત આયુ ગર્ભા દ્વારા આગામી તા-૩૦-૯-૨૦૧૮ રવિવાર ના રોજ સવારે ૯ કલાકથી વિનામુલ્યે ગર્ભસંસ્કાર સેમિનારનુ આયોજન ધનવંતરી ભવન ૧/૩ કાયાજી પ્લોટ, મહેશ હોટલ સામેની શેરી ખાતે યોજવામા આવેલ છે.

આ સેમિનાર અંગે ઓમ આયુ ગર્ભાના ડો. દર્શનીબેન કડીવારે જણાવ્યુ હતું કે, આધુનિક સમયમા દરેક માતા પિતા એક અથવા બે બાળક જ ઈચ્છે છે. તે ઉપરાંત પોતાનુ બાળક તેજસ્વી બને તેવી અપેક્ષા દરેકને હોય છે. માતા – પિતાની અપેક્ષા મુજબનુ બાળક મેળવવાનો વૈજ્ઞાનિક ઉપાય છે ગર્ભ સંસ્કાર. ગર્ભ સંસ્કાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે તે ૧૬ સંસ્કાર મા ના એક સંસ્કાર છે જે બાળકને માતાના ઉદર માંથી જ પ્રાપ્ત થાય છે.

- text

વધુમાં મહાભારતમા અભિમન્યુ જ્યારે માતાના ઉદરમા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમની માતા શુભદ્રાને યુધ્ધ વિદ્યાને લગતુ જ્ઞાન આપ્યુ હતુ. છ કોઠા નુ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ નિંદ્રાધીન થઈ ગયેલ હતા. અભિમન્યુ એ છ યુધ્ધના છ કોઠાનુ જ્ઞાન માતાના ઉદરમા જ પ્રાપ્ત કર્યુ હતુ અને મહાભારતના યુધ્ધમા પોતાનુ પરાક્રમ પ્રદર્શિત કર્યુ હતુ. જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ એ આપ્યુ હતુ એ ગર્ભસંસ્કાર હતા જે માતાના ઉદરમાંથી જ બાળક ને પ્રાપ્ત થાય છે.
આ વિશેષ સેમિનારમા માતા તથા ગર્ભસ્થ શિશુના સંપૂર્ણ વિકાસ માટે આહાર, વિહાર, પ્રાણાયામ, યોગા, વિચારો, ક્રિએટીવ એક્ટીવિટી, શાસ્ત્રોક્ત સંસ્કારો સહીતની બાબતો વિશે વિનામુલ્યે માર્ગદર્શન આપવામા આવશે.

આ સેમિનાર વિનામુલ્યે યોજાશે પરંતુ તેમા રજીસ્ટ્રેશન ફરજીયાત હોય તા.૨૯-૯ સુધી મા મોબાઈલ નંબર ૭૯૯૦૮ ૩૮૩૦૨ ઉપર નોંધણી કરાવવી તેમ અંતમા જણાવાયુ છે.

- text