મોરબી જિલ્લા પંચાયતના અધિકારી કર્મચારીઓએ યોગ કર્યા

- text


યુવા રન ફાઉન્ડેશન દ્વારા અધિકારી, કર્મચારીઓને યોગ કરાવી તણાવ મુક્ત બનાવ્યા

મોરબી : સતત કામગીરીમાં વ્યસ્ત રહેતા મોરબો જિલ્લા પંચાયતના ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતું.

યુવા રન ફાઉન્ડેશન દ્વારા જિલ્લા પંચાયત મોરબીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરાયું હતું, ખાસ કરીને સતત કામગીરીના ભારણ હેઠળ રહેતા અધિકારીઓ કર્મચારીઓને તનાવમુક્ત બનાવવા આ ચાર દિવસિય યોગ શિબિર યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

- text

આ યોગ શિબિરમાં ડી.ડી.ઓ. ખટાણા,
ડેપ્યુટી ડી.ડી.ઓ. ગોહેલ તેમજ સર્વે ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા અને યોગ શિબિરનું સંચાલન કર્યું હરેશ કૈલાએ કર્યું હતું.

- text