મોરબી : રામેશ્વરનગરમાં કરીયાણાની દુકાનમાંથી લોટ અને તેલની ચોરી

- text


વરસાદ ખેંચાતા ભીંસમાં સપડાયેલા મજુર વર્ગ દ્વારા પેટનો ખાડો પુરવા ચોરી કરાઈ હોવાનું તારણ

 

મોરબી : મોરબીના રામેશ્વરનગરમાં કરિયાણાની દુકાનમાંથી તેલ અને લોટની ચોરી થઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વરસાદ ખેંચાતા ભીંસમાં સપડાયેલા મજૂર વર્ગ દ્વારા પેટનો ખાડો પૂરવા માટે આ ચોરી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

- text

રામેશ્વરનગરમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર ગ્રામ પંચાયતના સભ્ય નવનીત વરસડાએ માહિતી આપી હતી કે તસ્કરોએ ડેર રોડ ઉપરની એક દુકાનને નિશાન બનાવામાં આવી છે દુકાનમાંથી તેલની બોટલ લોટ સહિત અન્ય વસ્તુની ચોરી થઈ છે. એ જોતાં વરસાદ પાંછો ખેંચાતા ભીંસમાં સપડાયેલા મજુર વર્ગ દ્વારા આ ગુનો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે હાલ તો પોલીસ તપાસ ચાલુ છે આજુ બાજુના ઔધોગિક એકમના મજુર તેમજ વાડી વિસ્તારમાં આદિવાસી મજુરની પૂછપરછ ચાલુ છે.

 

- text