મોરબીમાં ગણેશ વિસર્જનની યાત્રા પૂર્વે માર્ગો પર એસપીનું ફૂટ પેટ્રોલિંગ

વિસર્જન યાત્રા રૂટનું નિરીક્ષણ કરી શહેરમાં શાંતિ તેમજ વાહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસપીએ જરૂરી સૂચનાઓ આપ્યા

મોરબી : મોરબી જીલ્લા એસપી ડો કરનરાજ વાઘેલાએ શહેરભરમા આવતીકાલે ગણપતિ ઉત્સવનો છેલ્લો દિવસ હોય ગણપતિની વિસર્જનયાત્રા શાંતિપૂર્ણ રીતે નિકળે અને ટ્રાફીક વ્યવસ્થા તેમજ વાહન વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુ શહેરના મુખ્ય રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું

જેમા પોલીસે શહેરના ઉમિયા સર્કલ , શનાળા બાયપાસ ,શનાળા રોડ રવાપર રોડ,કેનાલ રોડ ,નવા બસસ્ટેન્ડ સહિતના રોડ પર ફુટ પેટ્રોલીંગનું રિહર્સલ કર્યુ હતુ. આ ફૂટ પેટ્રોલિંગમાં ટ્રાફીક શાખાના પીએસઆઇ પી આર જાડેજા ,એ ડિવીઝન પીએસઆઇ એમ વી પટેલ અને ટ્રાફીક પોલીસ તેમજ એ ડિવિઝન પોલીસ ના જવાનોનો કાફલો પણ જોડાયો હતો અને તમામ પોલીસ અધિકારીઓને એસપી કરનરાજ વાઘેલાએ કોઈ જાતની વ્યવસ્થા ન ખોરવાઈ એ માટે જાતે આવીને સુચનાઓ આપી હતી.