મોરબીના નવા જાંબુડિયા ગામે મહિલાની કોહવાયેલ લાશ મળી

- text


ત્રણેક દિવસ પૂર્વે મોત થયું હોવાના અનુમાન વચ્ચે પોલીસ તપાસ શરૂ

મોરબી : મોરબીના નવા જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાંથી મહિલાનો કોહવાયેલ મૃતદેહ મળી આવતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલમાં ખસેડી આ ઘટનાનું સત્ય બહાર લાવવા પોલીસે તોએ શરૂ કરી છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ નવા જાંબુડિયા ગામના પાદરમાં કાનાભાઈ પરસોતમભાઇ સારલાના રહેણાંક મકાનના ફળિયામાં આવેલી ઓરડીમાંથી બેબીબેન ઉર્ફે કાળીબેન પરસોતમભાઈ સારલા ઉ.વ.૫૦ નામના મહિલાની લાશ મળી આવી હતી.

વધુમાં ઓરડીમાંથી લાશ મળી આવ્યા બાદ પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત ત્રણેક દિવસ પૂર્વ થયુ હોવાનું અને લાશ ફુગાઈ ગયેલ હાલતમાં હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે અને હાલમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાનું બહાર આવ્યું છે.

 

- text