રોટરી કલબના હોદેદારો મોરબીની મુલાકાતે

- text


હોદ્દેદારોએ કલબના વિવિધ પ્રોજેકટ વિશે માહિતી મેળવી તેમજ ઝૂલતા પુલની મુલાકાત લીધી

મોરબી : રોટરી કલબના હોદેદારોએ આજે મોરબી શહેરની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ કલબ દ્વારા ચાલતા વિવિધ પ્રોજેકટ વિશે માહિતી મેળવી હતી. સાથે મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની મુલાકાત પણ લીધી હતી.

મોરબી રોટરી કલબના ડિસ્ટ્રીક ગવર્નર પિન્કીબેન પટેલ તથા તેમની સાથે પધારેલા સુમુલ પટેલ અને આસી. ગવર્નર નિલભાઈ દોશી રોટરી કલબ મોરબીની સતાવાર મુલાકાતે આવ્યા હતા. તેઓએ આ મુલાકાત દરમિયાન રોટરી કલબ મોરબીની પ્રવૃત્તિને બિરદાવી હતી.

- text

હોદ્દેદારોએ મોરબીના ઐતિહાસિક એવા ઝૂલતાપુલની મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત તેઓએ રોટરી કલબના વિવિધ પ્રોજેકટ વિશે માહિતી પણ મેળવી હતી. હોદ્દેદારોના સ્વાગત માટે વિવિધ સંસ્થાના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબ મોરબીના પ્રેસિડેન્ટ રષેશ મહેતા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

- text