મોરબી : ભવ્ય ઝુલુસ બાદ રાત્રે નહેરૂગેઈટ ચોકમાં તાજીયા ઠંડા થયા

- text


જીલ્લા કલેક્ટર આર.જે.માકડીયા, જીલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબીમાં આશુરાના દિને રાજમાર્ગો પર કલાત્મક તાજીયાના ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જયારે આ ઝુલુસ વિવિધ માર્ગો પર ફર્યા બાદ રાત્રીના નહેરુ ગેઇટ ચોક ખાતે પોહચી તાજીયા ઠંડા થયા હતા. આ સમયે મુસ્લિમ અને હિન્દૂ સમાજના આગેવાનો તેમજ તમામ રાજકીય પક્ષના આગેવાનો અને જીલ્લા કલેક્ટર આર.જે.માકડીયા, જીલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના નવાસા હઝરત ઈમામ હૂસેન અને તેના ૭૨ સાથીદારોએ વ્હોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવાતા મહોરમના પર્વમાં ગઈકાલે તાજીયા પડમાં આવ્યા હતા. ત્યારે ગઇકાલે રાતભર તાજીયા શહેરમાં ફર્યા હતા. બાદમાં આજે બપોરથી ફરી તાજીયાના રાજમાર્ગો પર ઝુલુસ નીકળ્યા હતા.

- text

આ ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઉપરાંત મુસ્લિમ બિરાદરો સાથે અનેક હિન્દૂ લોકોએ પણ તાજીયાના ઝુલુસ વખતે ખડીચોકીની માનતા પુરી કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ વિસ્તારોના કલાત્મક તાજીયાનું ઝુલુસ રાજમાર્ગો પાર ફર્યા બાદ રાત્રીના નેહરુ ગેઇટ ખાતે પોંહચીને તાજીયા ઠંડા થયા હતા. આ તકે મુસ્લિમ સમાજના શેર ખતીબ હાજી અ.રશિદમીયા મદનીમીયા બાપુએ રીતરસમ મુજબ તાજીયાને નંબર આપ્યા હતા. આ તકે મોરબી જીલ્લા કલેક્ટર આર.જે.માકડીયા, જીલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, સીટી એ ડિવિઝન પીઆઈ આર. જે. ચૌધરી સહીતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમેજ મોરબી જીલ્લાના કોગ્રેસ, ભાજપ પાસ તેમજ જુદા જુદા સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. મહોરમ તેમજ તાજીયા ઝુલુસ દરમ્યાન હિન્દુ-મુસ્લિમ એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો…

- text